Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીને લઈ ભાજપે શનિવારે ઉમેદવારોની પ્રથમ યાદી  જાહેર કરી હતી. ભાજપે પ્રથમ યાદીમાં નરેન્દ્ર મોદી સહિત કુલ 195 ઉમેદવારોના નામ સામેલ કર્યા હતા. ભાજપની પ્રથમ યાદીમાં 34 કેન્દ્રીય તેમજ રાજ્ય મંત્રીઓના નામ સામેલ છે. આ યાદીમાં લોકસભા અધ્યક્ષ અને ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓના નામ પણ સામેલ છે.


ભાજપની પ્રથમ યાદીમાં ઉત્તર પ્રદેશના 51, પશ્ચિમ બંગાળના 20, મધ્યપ્રદેશના 24, ગુજરાતના 15, રાજસ્થાનના 15, કેરળના 12, તેલંગાણાના 9, આસામના 11, ઝારખંડના 11, છત્તીસગઢના 11, દિલ્હીના 11 ઉમેદવારોનો સમાવેશ થાય છે. જમ્મુ-કાશ્મીરની 5, ઉત્તરાખંડની 3, અરુણાચલની 2, ગોવાની 1, ત્રિપુરાની 1, આંદામાનની 1, દમણ અને દીવની એક બેઠક માટે ઉમેદવારોના નામ સામેલ છે.


ભાજપે જે 15 ઉમેદવારો જાહેર કર્યા છે તેમાં બનાસકાંઠા લોકસભા બેઠક પરથી રેખાબેન ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે.  કોંગ્રેસે બનાસકાંઠા બેઠક પરથી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નામ નક્કી કર્યું છે. આમ બનાસકાંઠા બેઠક પર બેન v/s બેનની ચૂંટણી નક્કી છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠક પર લોકસભા ચૂંટણી લડશે. બનાસકાંઠા લોકસભા વિસ્તારમાં 2 લાખ ચૌધરી સમુદાયના, જ્યારે 3.5 લાખ મતદાર ઠાકોર સમુદાયના મત છે. બનાસકાંઠા લોકસભામાં આવતી 7 પૈકી 2 વિધાનસભા બેઠક કોંગ્રેસ હસ્તક છે.


ગુજરાતમાં 5 સાંસદોના કપાયા પત્તા


શનિવારે ગુજરાતના 15 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી.   ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં 5 સાંસદોના પત્તા કાપી નાખ્યા હતા. રાજકોટ બેઠક  પરથી મોહન કુંડારીયાના બદલે પરશોત્તમ રુપાલાને ટિકિટ આપવામાં આવી  છે. પોરબંદર બેઠક પર રમેશ ધડુકના બદલે મનસુખ માંડવિયાને ટિકિટ આપવામાં આવી છે. રાજકોટ બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા પરશોત્તમ રુપાલાને ટિકિટ આપવામાં આવી છે. પરશોત્તમ રુપાલા ભાજપના દિગ્ગજ નેતા છે. પોરબંદર લોકસભા બેઠક પર ભાજપે મનસુખ માંડવિયાને ટિકિટ આપી છે. 


રાજકોટ- મોહન કુંડારીયા
પોરબંદર- રમેશ ધડુક
અમદાવાદ પશ્ચિમ-કિરીટ સોલંકી
બનાસકાંઠા- પરબત પટેલ
પંચમહાલ- રતનસિંહ રાઠોડ  


ભાજપની પ્રથમ યાદીમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર



  • કચ્છ- વિનોદ ચાવડા

  • બનાસકાંઠા- ડૉ રેખાબેન ચૌધરી

  • પાટણ- ભરતસિંહ ડાભી

  • ગાંધીનગર- અમિત શાહ

  • અમદાવાદ પશ્ચિમ- દિનેશ મકવાણા

  • રાજકોટ- પરુશોત્તમ રુપાલા

  • પોરબંદર- મનસુખ માંડવિયા

  • જામનગર- પૂનમબેન માડમ

  • આણંદ- મિતેશ પટેલ

  • ખેડા-દેવુસિંહ ચૌહાણ

  • પંચમહાલ-રાજપાલ સિંહ મહેંદ્રસિંહ જાદવ

  • દાહોદ -જસવંતસિંહ ભાભોર

  • ભરુચ- મનસુખ વસાવા

  • બારડોલી-પ્રભુભાઈ વસાવા

  • નવસારી-સીઆર પાટીલ


પોલીસ કોન્સ્ટેબલથી  સંસદ સુધીની સફર, જાણો કોણ છે પીએમ મોદીના ખાસ સી.આર.પાટીલ, જેમને બીજપીએ ફરી આપી ટિકિટ