Lok Sabha Elections: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના ડીસામાં ચૂંટણી સભાને સંબોધિત કરી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને સંબોધનની શરૂઆતમાં કહ્યું હતું કે મા અંબાના ચરણોમાં આવીને ગુજરાતની પહેલી સભા છે. ગુજરાતે આપેલા સંસ્કાર આજે દિલ્હીમાં લેખે લાગ્યા છે. PM તો દિલ્હીમા હોય ગુજરાતમાં નરેન્દ્રભાઈ જ હોય છે.
તેમણે ગુજરાતના સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યુ કે આજનો દિવસ નવા સંકલ્પ સાથેનો દિવસ છે. 2014માં દિલ્હીમાં મોકલીને દેશની સેવા કરવાનો અવસર આપ્યો હતો. 2014 પહેલા દેશમાં આતંકવાદના સમાચાર જ મળતા હતા. 2014 પહેલા દેશમાં ભ્રષ્ટાચારના સમાચાર જ મળતા હતા. 2014 પહેલા દેશ નિરાશામાં ડૂબેલો હતો. 2014 પહેલા દેશના યુવાનને ભવિષ્યની ચિંતા હતી. વડાપ્રધાને ફેક વીડિયોને લઇને કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું કે હિંમત હોય તો સામેથી વાર કરો.
‘ધર્મના આધારે અનામતનો ખેલ નહીં થાય’
કોંગ્રેસના આરોપ પર વડાપ્રધાન મોદીએ દેશને ગેરન્ટી આપી હતી. તેમણે કહ્યું કે અનામતમાં કોઇ ફેરફાર થશે નહીં. જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી અનામતની રક્ષા થશે. જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી અનામતની રક્ષા થશે. કર્ણાટકમાં કોંગ્રેસે મુસ્લિમોનો OBCમાં સમાવેશ કર્યો છે. કોંગ્રેસ દલિત, SC-STનો હક છીનવવા માંગે છે. મોદી છે ત્યા સુધી ધર્મના આધારે અનામતનો ખેલ નહીં થાય. બંધારણના આધારે મળેલા અનામતમાં છેડછાડ થશે નહીં. અમારા સિવાય એકપણ પક્ષ 272 ઉમેદવારને લડાવી રહ્યો નથી.
‘કોંગ્રેસના લોકો પર વિશ્વાસ કરી શકાય નહીં’
ગાંધી પરિવાર પર વડાપ્રધાન મોદીએ નિશાન સાધતા કહ્યુ કે દિલ્હીમાં ગાંધી પરિવાર કોંગ્રેસને મત નહીં આપી શકે. દિલ્હીમાં કોંગ્રેસ આપ સાથે ગઠબંધ કર્યું છે. અહમદ પટેલનો પરિવાર કોંગ્રેસને મત નહીં આપી શકે. ભરુચમાં કોંગ્રેસે આપ સાથે ગઠબંધન કર્યુ છે. કોંગ્રેસના લોકો પર વિશ્વાસ કરી શકાય નહીં. કોંગ્રેસના લોકો ઘોષણા કરે, અનામતને હાથ નહીં લગાવીએ. કોંગ્રેસ પાસે મુદ્દા અને વિઝન નથી. કોંગ્રેસની હરકતોને મતદારોએ જવાબ આપ્યો છે.
વધુમાં તેમણે કહ્યું કે 2019માં કોંગ્રેસે ચોકીદાર ચોરનો નારો આપ્યો હતો. કોંગ્રેસે રાફેલની મજાક ઉડાવી હતી. 2019 બાદ કોંગ્રેસે સતત મોદીનું અપમાન કર્યું છે. કોંગ્રેસના શેહજાદાએ મોદી, OBC સમાજને ચોર કહ્યા હતા. 2024માં કોંગ્રેસ, ગઠબંધન જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે. અનામત ખતમ કરવાની કોંગ્રેસ અફવા ફેલાવી રહી છે. વિપક્ષના લોકો નકલી વીડિયો ફેલાવી રહ્યા છે. અનામત ખતમ કરવાની કોંગ્રેસ અફવા ફેલાવે છે.