LokSabha Election 2024: ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. CM મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે નવસારી બેઠક પરથી સી.આર.પાટીલે ઉમેદવારી પત્રક ભર્યું હતું જ્યારે રાજકોટ બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પણ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
'છેલ્લા પાંચ વર્ષમાં 22 હજાર કરોડથી વધુના વિકાસકાર્યો થયા'
ફોર્મ ભર્યા બાદ અમિત શાહે કહ્યું હતું કે મારા માટે આ ગૌરવની વાત છે. આ બેઠક પર PM મોદી પોતે મતદાતા છે. ગાંધીનગર બેઠકના મતદાતાઓએ અપાર પ્રેમ આપ્યો છે. ગુજરાતમાં ભાજપની સરકારે ઘણા કાર્યો કર્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં 22 હજાર કરોડથી વધુના વિકાસકાર્યો થયા છે. ગાંધીનગર બેઠકના મતદાતાઓએ મને આશીર્વાદ આપ્યા છે. આ ચૂંટણી PM મોદીને ત્રીજી વખત PM બનાવવાની ચૂંટણી છે. મોદીજીએ દેશને સમૃદ્ધ બનાવવાનું કાર્ય કર્યુ છે. મોદીજીને ત્રીજી વખત PM બનાવવા દેશની જનતા ઉત્સુક છે. અબ કી બાર 400ને પાર સાથે મોદીજી ત્રીજીવાર PM બનશે.
અમિત શાહે કહ્યું કે 'હું એક નાના બૂથ કાર્યકર તરીકે સંસદમાં પહોંચ્યો છું. સીએમ અને પીએમ તરીકે મોદીના નેતૃત્વમાં બીજેપી સરકારે ઘણું કામ કર્યું. 30 વર્ષથી ધારાસભ્ય અને સાંસદ તરીકે આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે. જનતા માટે ઘણું કામ કર્યું. 5 વર્ષમાં 22 હજાર કરોડથી વધુના વિકાસ કામો થયા છે. લોકસભામાં 22 હજાર કરોડ રૂપિયાથી વધુનું કામ થયું. જનતાએ હંમેશા મને પ્રેમ કર્યો છે અને મને ભારે બહુમતીથી જીતાડ્યો છે.
નવસારી લોકસભા બેઠક પરથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે પણ ઉમેદવારી પત્રક ભર્યુ હતું. પાટીલે કહ્યું હતું કે વડાપ્રધાન અને અમિત શાહ, જે.પી.નડ્ડાનો આભાર માનું છું. ત્રણ વખત જીત અપાવનાર મતદાતાઓનો પણ આભાર માનું છું.
રાજકોટ બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પણ ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. આ સમયે શક્તિસિંહ ગોહિલ અને ક્ષત્રિય આગેવાન ગાયત્રીબા વાઘેલા ઉપસ્થિત રહ્યાં હતા. ફોર્મ ભરતી વખતે દાખલ કરેલ સોંગદનામામાં ધાનાણીએ 40 લાખ 40 હજાર 331ની રોકડની સંપત્તિનો ઉલ્લેખ કર્યો હતો. વર્ષ 2022-23માં 12 લાખ 69 હજાર 510ની આવક થયાનું જાહેર કર્યું છે. ધાનાણી દંપતિ પાસે કુલ 380 ગ્રામ સોનુ છે તો ધાનાણી દંપતિ પાસે 84 લાખની જંગમ મિલકત પણ છે.