LokSabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને પાટણ બેઠક પર ભાજપ અને કોગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. પાટણથી કોગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને સમર્થન કરતો પાટીદાર સમાજનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. પાટીદાર સમાજે ચંદનજીને મત આપવા માતા ઉમા અને ખોડલના સોગંદ લીધા હતા. પાસના આગેવાન સતીષ પટેલે શપથ લેવડાવ્યા હતા.


સોશલ મીડિયામાં  વીડિયો વાયરલ થયો છે. જેમાં પાટીદારો કોંગ્રેસના સમર્થનમાં સોગંદ લેતા હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને મત આપવા મા ઉમા ખોડલના સોગંદ લેવાતા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે.


એટલું જ નહીં 2015માં અનામાત આંદોલન સમયનો પણ ઉલ્લેખ કરાતો હોય તેવું સાંભળવા મળે છે. પાટણ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેએ ઓબીસી સમાજ એટલે કે ઠાકોર સમાજના ચહેરાઓને મેદાને ઉતાર્યા છે. ભાજપે સાંસદ ભરતસિંહ ડાભીને ફરી એકવાર ટિકિટ આપી છે. તો કોંગ્રેસે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજીને ઉમેદવાર બનાવ્યા છે.


પાટણ લોકસભા બેઠક અંતર્ગત આવતી ચાણસ્મા અને પાટણ વિધાનસભા બેઠક પર કોંગ્રેસે 2022ની ચૂંટણીમાં જીત મેળવી છે. ચંદનજીના સમર્થનમાં પાટણના ધારાસભ્ય અને અનામત આંદોલન સમયથી જ વિસ્તારમાં નેતૃત્વ કરનાર કિરીટ પટેલે પ્રચાર શરુ કર્યો છે. વાયરલ વીડિયોમાં સત્ય શું છે તે જાણવા કિરીટ પટેલ સાથે સંપર્ક કરીશું. ચર્ચા છે કે આ વીડિયો ચંદનજી ઠાકોરના ઘરે મળેલી બેઠકનો છે.



લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસમાં સતત ગાબડા પડી રહ્યાં છે. આજે સાબરકાંઠા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડી.ડી રાજપૂતે કોંગ્રેસને રામ રામ કહીને પંજાનો સાથ છોડ્યો છે.


ઉલ્લેખનિય છે કે, 2017માં થરાદ બેઠક પરથી ડી.ડી રાજપૂત ચૂંટણી લડ્યાં હતા.હાલ  કોંગ્રેસના ગેનીબેન અને ભાજપના ડૉ.રેખાબેનના સામેસામે  પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો  છે. તો બીજી તરફ કોંગ્રેસમાં ભંગાણના સમાચાર મળ્યા છે. 2017માં થરાદ બેઠકથી ચૂંટણી લડનાર પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડી.ડી રાજપૂતે કોંગ્રેસને રામ રામ કરવાનો નિર્ણય કર્યો છે. રામ મંદિર મુદ્દે કોંગ્રેસના વલણથી વ્યથિથ થઈ આત્મના અવાજ પ્રમાણે કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધાનું  ડી.ડી રાજપૂતે નિવેદન આપ્યું છે. થરાદ રાજપૂત સમાજના પ્રમુખ એવા ડી.ડી રાજપૂત કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા તેવી અટકળો સેવાઇ રહી રહી છે.