અરવલ્લી જિલ્લાની વતની અને બ્રાહ્મણ પરિવારની બે દીકરીઓ કથીત લવ જેહાદનો ભોગ બની હોવાની ઘટના બહાર આવી છે. મોટી દીકરીને સાતેક વર્ષ અગાઉ અમદાવાદનો મુસ્લિમ યુવક મુંબઈ લઈ જઈ ધર્મ પરિવર્તનનું લખાણ અને નિકાહ કરી લીધા બાદ યુવકે તેના પર ત્રાસ ગુજરવાનું શરૂ કરી દીધુ હતું આ ત્રાસ સહન ન થતાં ચારેક દિવસ અગાઉ ગૂપચુપ રીતે વતનમાં પરત આવી ગઈ હતી.


જ્યારે નાની દીકરીએ સોશિયલ મીડિયામાં ભટ્ટ મેવાડા સમાજના ફેસબુક પેજના માધ્યમથી પરિચયમાં આવેલ બ્રાહ્મણ હિન્દુ નામધારી યુવક સાથે બંને પરિવારની સંમતિથી લગ્ન કર્યા બાદ યુવકે કરાવેલ સુન્નત, નમાજ, રોજા કરવા અને માંસાહાર માટે ફરજ પાડવી સહિતના કારણોને લઈ ત્રાસ ગુજારતો અને મારઝૂડથી કંટાળી બન્ને દીકરીઓએ મદદની ગુહાર લગાવ્યાનો કિસ્સો બહાર આવ્યો છે.


મોટી બહેનના 7 વર્ષ પહેલા મુસ્લિમ યુવકના સંપર્કમાં આવી હતી. મુસ્લિમ યુવકે ફોસલાવી તેની સાથે શારિરિક સંબંધ બાંધી બ્લેક મેઈલ કરતો હતો. બાદમાં તેને મુંબઈ લઈ ગયો હતો અને ત્યાં લગ્નના નામે સહી કરાવી ધર્મપરિવર્તન કરાવી નાખ્યુ હતું. કારણ કે ત્યાં મરાઠીમાં લખાયેલું હોવાથી યુવતીને તેની જાણ પણ થઈ ન હતી કે શું લખ્યું છે. યુવતી ગર્ભવતી થતા તેને ઉત્તર પ્રદેશ પોતાના ઘરે લઈ ગયો અને આખરે તે ત્યાંથી ભાગવામાં સફળ થઈ હતી.


જો કે નાની બહેન સોશિયલ મીડિયામાં ફેસબુક પેજના માધ્યમથી પરિચયમાં આવેલ હિન્દુ નામ ધારાવતા યુવક સાથે બંને પરિવારની સંમતિથી લગ્ન કર્યા બાદ યુવકે નમાજ, રોજા કરવા માટે ફરજ પાડી હતી. રોજના કંકાસ અને મારઝૂડથી કંટાળી બન્ને દીકરીઓએ મદદની ગુહાર લગાવ્યાનો કિસ્સો બહાર આવ્યો છે.


મોટી બહેન પણ જ્યારે ભાગીને નાની બહેન પાસે આવી ત્યારે બન્નેએ હિંમત કરી પર્દાફાશ કર્યો અને હવે તેમની સામે કાયદેસરની કાર્રવાઈ કરવાની તેમની પાસે હિંમત આવી છે.



Join Us on Telegram: https://t.me/abpasmitaofficial