Earthquake:કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો, સવારે 11:38 મિનિટે ભૂકંપના આંચકો અનુભવાતા લોકો ઘરોની બહાર નીકળી ગયા હતા.


કચ્છમાં ભૂકંપના આંચકા યથાવત છે આજે  સવારે 11:38 મિનિટે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો અને લોકો ઘર,ઓફિસ અને દુકાનમાંથી બહાર રસ્તા પર આવી ગયા હતા. ભૂકંપની તીવ્રતા 2.9 મપાઇ છે. ભૂકંપનું એપી સેન્ટર એપીસેન્ટર ભચાઉથી 13 કિલોમીટર દૂર હોવાના અહેવાલ મળ્યા છે. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી જાન માલના નુકસાનના કોઇ અહેવાલ નથી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) એ જણાવ્યું હતું કે શનિવારે સવારે 12:53 વાગ્યે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.


કચ્છમાં ભારે આ વખતે ભારે વરસાદ પણ આફતરૂપ બનતા લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઇ થે.  આ વર્ષે સિઝનનો સારો વરસાદ નોંધાયો છે. કચ્છમાં સિઝનનો કચ્છમાં તો અત્યાર સુધીમાં 134 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 108 ટકા વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે કચ્છમાં ખેતીના પાકને ભારે નુકસાન થયું છે. ભારે વરસાદઅને બિપર જોય બાદના વરસાદના કારણે અહી મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ બધા વચ્ચે હજુ પણ કચ્છમાં વરસાદના એધાણ છે. હવામાન નિષ્ણાત અબાલાલે 9 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં છૂટછવાયા મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.


છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે આગામી ત્રણ કલાકને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણ કલાકમાં સમગ્ર ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. ગુજરાત ઉપરાંત દમણ, દાદરા નગર હવેલીમાં પણ સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.


હાલમાં દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી, પશ્ચિમ યુપી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, હરિયાણા, પંજાબમાં 31 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સિવાય પૂર્વી ઉત્તર પ્રદેશમાં 3 ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. બીજી તરફ બિહાર, ઝારખંડ અને ઓડિશામાં 31 જુલાઈએ ભારે વરસાદની સંભાવના છે.


દિલ્હી-એનસીઆરમાં જ્યાં છેલ્લા કેટલાક દિવસોમાં વરસાદ બાદ વાતાવરણ ખુશનુમા બની ગયું હતું ત્યાં હવે ફરી એકવાર ભેજવાળી ગરમીનો સામનો કરવો પડશે. અહીં ઓગસ્ટના પહેલા પાંચથી છ દિવસ વરસાદની શક્યતાઓ પણ ઘણી ઓછી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓગસ્ટમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે. જોકે, આજે એટલે કે સોમવારે દિલ્હીમાં ઘણી જગ્યાએ હળવો વરસાદ થઈ શકે છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પૂર્વના રાજ્યો અરુણાચલ પ્રદેશ, મણિપુર, આસામ, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરામાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાક દરમિયાન રાજસ્થાનના ઘણા ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો. રાજસ્થાનની વાત કરીએ તો હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.