Mahashivratri 2023: મહાશિવરાત્રીના પાવન પર્વે દીવસે ભાવિકભક્તોની ભીડ શિવાલયોમાં ઉમટી છે.  હર-હર મહાદેવના નાદથી વાતાવરણ શિવમય બન્યું છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ 400 સીટ જીતશે તેવું નિવેદન પૂર્વ મુખ્યમંત્રીએ આપ્યું છે.


દેવાધિદેવના વિશેષ પૂજનનો દિવસ એટલે મહા શિવરાત્રીનું પર્વ, આજના દિવસે ભાવિક ભક્તજનો વહેલી સવારથી ગીર સોમનાથ ખાતે આવેલા સ્વ્યંભૂ મહાદેવ સોમનાથના સાનિધ્યમાં ઉમટી પડ્યા હતા. સોમનાથ ઉપરાંત પણ રાજ્યભરના શિવાલયોમાં શિવરાત્રીની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથના માર્ગો જય સોમનાથના નાદથી ગુંજી ઊઠયા, એટલું જ નહીં સોમનાથ આવતા વૃદ્ધો અને દિવ્યાંગો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વૃદ્ધો અને દિવ્યાંગો સરળતાથી આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બનશે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો સોમનાથ દાદાના દર્શન કરવા માટે પડ્યા હતા સાથે જ નેતાઓ પણ આજે મહાશિવરાત્રીના દિવસે સોમનાથ દર્શનનો લાભ લીધો હતો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પરિવાર સાથે સોમનાથ દાદાના દર્શન અને પૂજા અર્ચના કરી હતી


પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમનાથ દાદાના દર્શન કર્યા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સોમનાથ દાદાની મારા પર અવિરત કૃપા છે અને મેં પ્રાર્થના કરી છે કે આવનારી લોકસભાની ચૂંટણીના 400 દિવસ બાકી છે, અને ભાજપ ફરી લોકસભાની ચૂંટણીમાં 400 સીટ જીતીને ભવ્ય વિજય થાય તેવી મેં સોમનાથ પ્રાર્થના કરી છે.


તો બીજી બાજુ મહાશિવરાત્રીના પાવન તહેવારના લઈ સોમનાથ મંદિર ખાતે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમરતા હોય છે અને મંદિરમાં ભારે હોય છે જેમને લઈ ગીર સોમનાથ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને મંદિરમાં લોખંડી સુરક્ષા ગોઠવવામાં આવી છે. 24 કલાક 300 જેટલા સુરક્ષા કર્મીઓ મંદિર પરિસર તેમજ બહારથી આવતા રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર પણ પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી છે અને ત્યાં પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.


આજે વહેલી સવારથી જ શિવાયલો બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યાં હતા. વહેલી સવારથી જ ભગવાન શિવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટ્યાં હતા અને શિવમય બન્યા. સોમનાથમાં પણ મહાશિવરાત્રિનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે મહાશિવરાત્રી પર્વને લઈ સોમનાથમાં 17થી 19 ફેબ્રુઆરી દરમિયાન ત્રિ-દિવસીય વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સોમનાથ મંદિર સવારે 4 વાગ્યાથી લઇ સતત 42 કલાક સુધી ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવશે. તો દિવસ દરમિયાન ચાર પ્રહરની વિશેષ પૂજા-આરતી, મહામૃત્યુંજય યજ્ઞ, પાલખીયાત્રા, પાર્થેશ્વર મહાપૂજન, ધ્વજારોહણ, પાઘ પૂજન, શોભાયાત્રા, સહિતનું આયોજન કરવામાં આવ્યું છે.