Silver Robbery: રાજકોટ અમદાવાદ હાઈવે નજીક લૂંટની ઘટના સામે આવી છે. રાજકોટની આંગડિયા પેઢીના ડ્રાઇવર અને ક્લીનરને બંધક બનાવીને લૂંટારોઓ નાસી ગયા હતા. 1400 કિલો ચાંદીની લૂંટ થતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી છે. રાજકોટ અમદાવાદ હાઈવે પર સાયલા નજીક આવેલા મોડેલ સ્કૂલ અને દર્શન હોટલ પાસે થયેલા બનાવવાની જાણ થતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
રેન્જ આઇજી અશોકકુમાર યાદવ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. બેથી ત્રણ કાર લઈને આવેલા શખ્સો દ્વારા ફિલ્મી ઢબે લૂંટ ચલાવવામાં આવી હતી. તો બીજી તરફ ખાલી વાહન હાઈવે પરથી થોડે દૂર એક હોટલ પાસેથી મળી આવ્યું હતું. લૂંટના બનાવને પગલે dsp,dysp,lcb,sog સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. લુંટ કરી નાશી છુટેલા શખ્શોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. હાલમાં સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી છે.
લકઝરી બસમાં સુરત જતાં પહેલા વાંચી લો આ મોટા સમાચાર
સુરતમાં ખાનગી બસ એસોસિએશન દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ 21-2-2023 થી તમામ લકઝરી બસો સુરત બહાર થી ઉપડશે અને સવારે બહારથી આવતી તમામ બસો સુરત બહાર જ ઉભી રહેશે. શહેરમાં સવારે-રાત્રે થતા ટ્રાફિકને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં 150 થી લકઝરી બસના માલિકો દ્વારા મિટિંગમાં જાહેરાત કરવામાં આવી છે. સુરત શહેરમાં દરોજ 500 થી વધુ બસોની આવન જાવન રહે છે, જેમાં મોટાભાગે સૌરાષ્ટ્ર અને અમદાવાદની બસો હોય છે.
તમામ બસો વાલક પાટિયાથી ઉપડશે
સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ટ્રાફિક ડીસીપીને પત્ર લખ્યા બાદ ખાનગી બસ ઓપરેટરોએ રોષે ભરાઈને એક મીટિંગ બોલાવી હતી. જેમાં શહેરમાં પ્રવેશવાની છૂટના સમયે પણ ખાનગી બસો શહેરમાં પ્રવેશ નહીં કરે અને 21 તારીખથી વહેલી સવારથી તમામ બસો વાલક પાટિયા ખાતે ઉભી રહી જશે અને ત્યાંથી જ ઓપરેટ થશે તેવો નિર્ણય લેવાયો હતો. મુસાફરોએ પોતાના સ્વખર્ચે બસ સુધી આવવું પડશે અને ત્યાંથી પોતાના સ્થળ પર જવું પડશે.
પ્રસંગો માટે ભાડે કરવામાં આવતી બસ પણ સિટીમાં પ્રવેશ નહીં કરે