મહીસાગરઃ મહીસાગરના ઘોડિયાર બ્રિજ પરથી પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. બંને પ્રેમી પંખીડાંના મૃતદેહ એકબીજાને ઓઢણીથી બાંધેલી હાલતમાં મળી આવ્યા છે. ઘોડિયાર પુલ ઉપર પોલીસને બાઇક અને ચંપલ પુલની ઉપરથી મડી આવ્યાં હતાં. બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી હોવાના અનુમાનથી પોલીસ દ્વારા સ્થાનિક તરવૈયાઓની મદદ લઈ વહેલી સવારથી તપાસ હાથ ધરી હતી.
સ્થાનિક તરવૈયા, સ્ટેટ એનડીઆરએફ અને લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા મોડી રાત સુધી શોધખોળ હાથ ધરી હતી. બન્ને મૃતદેહોને કડાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા. પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી. ગઈ કાલે કડાણા તાલુકાના મહીસાગર નદી પર આવેલ ઘોડીયાર બ્રિજ ઉપરથી બાઈક અને યુવક યુવતીના પગાખા મળી આવ્યા હતા. બ્રિજ ઉપરથી પગખા તેમજ બાઈક મળી આવતા કડાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
Tharad : પિતાએ બે પુત્રીઓ સાથે કૂવામાં કીદને કરી લીદો આપઘાત, આત્મહત્યા પહેલા દવાની બોટલ સાથે ફોટા વાયરલ કર્યા
બનાસકાંઠાઃ થરાદના સેરાઉ પાસે સામુહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. પિતાએ બે પુત્રીઓ સાથે કૂવામાં પડી આત્મહત્યા કરી છે. ગ્રામજનોએ લાશોને મહામુસીબતે બહાર કાઢી છે. પિતા વિક્રમ દરજીએ બે પુત્રીઓ સાથે આત્મહત્યા કરતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. વિક્રમ દરજીએ આત્મહત્યા પહેલા દવાની બોટલ સાથે બે પુત્રીઓનો ફોટો સોશ્યલ મીડિયા માં વાયરલ કર્યો હતો. આત્મહત્યાનું કારણ અકબંધ છે. આ મામલે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.
Gujarat Election 2022 : કોંગ્રેસ વધુ કાર્યકારી પ્રમુખોની કરશે નિમણૂક, હવે કયા કયા સમાજને મળી શકે છે પ્રતિનિધિત્વ?
અમદાવાદઃ મિશન 2022 માટે કોંગ્રેસ વધુ કાર્યકારી પ્રમુખોની કરશે નિમણૂક. થોડા દિવસ પહેલા 7 કાર્યકારી પ્રમુખ ગુજરાત કોંગ્રેસના નિમાયા છે . 7 કાર્યકારી પ્રમુખોની નિમણુંક બાદ પણ કોંગ્રેસમાં કેટલાક લોકો નારાજ છે. નારાજ લોકોને સાચવવા વધુ કાર્યકારી પ્રમુખ નીમવામાં આવશે. હજુ 3થી4 કાર્યકારી પ્રમુખ નીમવામાં આવી શકે છે .
પાટીદાર, બ્રહ્મસમાજ અને વણિક સમાજના લોકોને કાર્યકારી પ્રમુખ બનાવી શકે છે. આગામી એક સપ્તાહમાં વધુ 3થી4 કાર્યકારી પ્રમુખોની નિમણુંક થઈ શકે છે. તમામ સમુદાયના લોકોને સાચવવા ગુજરાત કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખની સંખ્યા વધી શકે છે.