Mahisagar Cow Rescue: વરસાદ ખેંચાતા હવે જળાશળો અને તળાવોમાં પાણી ઓછા થયા છે, પાણી ઓછા થવાના કારણે હવે પાણીની જાનવરોનો પણ ત્રાસના કિસ્સા સામે આવી રહ્યાં છે. હાલમાં જ મહીસાગર જિલ્લામાંથી એક ગાયને મગરના મોંમાથી રેસ્ક્યૂ કરીને બહાર કાઢવાની ઘટના સામે આવે છે, આ ઘટના બાદ ગામમાં ભયનો માહોલ છવાયો છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. 




મળતી માહિતી પ્રમાણે, મહીસાગર જિલ્લાના દરકોલી ગામના તળાવમાં ગઇકાલે એક ભયાકન ઘટના ઘટી, અહીં દરકોલી તળાવમાં ગાય ચરાવવા ગઇ હતી, આ દરમિયાન અચાનક તળાવમાં પાણી ઓછું હોવાથી કાંઠે રહેલા મગરે ગાયના પર હુમલો કરી દીધો હતો, અને ગાયને ખેંચીને તળાવમાં લઇ જઇ રહ્યો હતો.




જોકે, આ ગામલોકો જોઇ જતાં તેમને તાત્કાલિક ધોરણે લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમ અને પોલીસને જાણ કરી દીધી હતી. તળાવમાં પાણી ઓછું હોવાથી અવારનવાર મગર કાંઠે આવી રહ્યાં છે, અને ગામલોકોમાં હાલ ભયનો માહોલ છે. આ પછી સ્થાનિકોએ લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમ અને પોલીસની મદદથી ગાયને મગરના મોંમાંથી બચાવી લીધી હતી, દિલધડક રેસ્ક્યૂ કર્યું હતુ, અને બાદમાં ગાયની સારવાર કરવામાં આવી હતી. 








 


40 ફૂટ ઉંડા કુવામાં ઉતરી દિવ્યા રાજપૂતે ત્રણ સર્પનું કર્યુ દિલધડક રેસ્ક્યૂ


મહેસાણાની યુવતીની હિંમતને સલામ.. આ વાત માત્ર વાત નથી પરંતુ એક યુવતીએ અહીં જીવદયા પ્રેમ બતાવ્યો સાથે સાથે મહિલાઓની તાકાતનો પણ પરચો આપ્યો છે. ખરેખરમાં, અહીં જે વાત કરવામાં આવી રહી છે તેમાં મહેસાણાના વિજાપુરની એક યુવતીની છે, જેને કુવામાં પડેલા ત્રણ સર્પને બચાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. હાલમાં જ ઘટના સામે આવી છે, તે પ્રમાણે, મહેસાણાના વિજાપુરની યુવતીની હિંમતને લોકો સલામ કરી રહ્યાં છે. દિવ્યા રાજપૂત નામની યુવતીએ કુવામાં પડેલા ત્રણ સર્પને હેમખેમ બહાર કાઢ્યા છે. ખરેખરમાં, વિજાપુર વિસનગર રૉડ દ્વારકા નગરી પાછળ એક અવાવરું કુવામાં ત્રણ સર્પ પડ્યા હતા, આ સર્પમાં એક કોબ્રા અને કાલોતરા સર્પ હતા, જ્યારે આ વાતની જાણ દિવ્યા રાજપૂત નામની યુવતીને થઇ ત્યારે તેને હિંમત સાથે 40 ફૂટ ઉંડા કુવામાં ઝંપલાવ્યુ, તેને કુવામાં ઉતરીને આ ત્રણેય સર્પનું જબરદસ્ત દિલધડક રેસ્ક્યૂ કર્યુ હતુ. બાદમાં આ ત્રણેય સર્પને બહાર કાઢીને જંગલમાં છોડી મુક્યા હતા. 



કૉસ્ટગાર્ડનું મધદરિયે દિલધડક રેસ્ક્યૂ


પોરબંદરમાં કૉસ્ટગાર્ડનો દિલધકડ રેક્સ્યૂ કરતો વીડિયો હાલમાં સામે આવ્યો છે. પોરબંદર કૉસ્ટગાર્ડે મધદરિયે ઇમર્જન્સી રેસ્ક્યૂ કર્યુ હતુ, આ રેસ્ક્યૂમાં કૉસ્ટગાર્ડ ક્રૂ મેમ્બરને બચાવી લીધો હતો, અને બાદમાં તેને સારવાર અર્થે હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. માહિતી પ્રમાણે, આજે વહેલી સવારે દરિયાની વચ્ચે એટલે કે પોરબંદરથી મધદરિયે 50 કિમી દુર એમટી સેલિબીલટન કૉપલ હેન્ગલ જહાજમાંથી ક્રૂ મેમ્બરે મદદ માંગી હતી, આ ક્રૂ મેમ્બર કાર્ગો જહાજમાં અચાનક તબિયત લથડી પડતા તે ફસાઇ ગયો હતો અને મદદ માંગી હતી. આ પછી પોરબંદર કૉસ્ટગાર્ડે મધદરિયે જઇને જબરદસ્ત ઇમર્જન્સી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતુ, આ ક્રૂ મેમ્બરને કૉસ્ટગાર્ડ દ્વારા બાદમાં હેલિકૉપ્ટરની મદદથી એરલિફ્ટ કરીને સારવાર માટે સિવિલ હૉસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.