ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, જિલ્લાના તાલાલા, વેરાવળ, સુત્રાપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ 22  ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૪ તાલુકાઓમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથના વેરાવળ તાલુકામાં 20 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે વેરાવળ શહેર જળમગ્ન થયું હતું.




વેરાવળ શહેરમાં અનેક સોસાયટીમાં કેડ સમા પાણી ભરાયા હતા. શહેરના તમામ રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઇ જવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. વેરાવળ-કોડીનાર ફોર ટ્રેક હાઈવે પર પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા ઘરો તેમજ દુકાનોમાં પાણી ભરાયા હતા.





વેરાવળની શ્રીપાલ સોસાયટીમાં ભરાયા પાણી ભરાયા હતા. વેરાવળના ડાભોર રોડ, હવેલી ચોક વિસ્તારમાં પાણી ભરાયા હતા. વેરાવળ અને જૂનાગઢમાં હજુ પણ ધોધમાર વરસાદની શક્યતા છે. જુનાગઢ અને માંગરોળ તેમજ આજુબાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી મગફળી, સોયાબીન સહિતના પાકને નુક્સાન થવાની શક્યતા છે.


ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ 22  ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૪ તાલુકાઓમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ચાલુ સીઝનમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૫૫.૩૦ ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૧૨.૩૭ ટકા વરસાદ નોંધાયો હતો. બીજી તરફ સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધીમાં જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ૯ ઇંચ વરસાદ નોંધાયો હતો.


રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં સૌથી વધુ 22 ઇંચ વરસાદ તથા ગીર સોમનાથના વેરાવળ તાલુકામાં ૧૯.૨૪ ઇંચ, તાલાલા તાલુકામાં ૧૧.૯૬ ઇંચ તથા રાજકોટના ધોરાજી તાલુકામાં ૧૧.૦૮ ઇંચ વરસાદ નોંધાયો છે. આમ કુલ રાજ્યના ૪ તાલુકાઓમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે.


જૂનાગઢના માળીયા હાટીનામાં બારે મેઘ ખાંગા થયા હતા. માળીયા હાટીનામાં છ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. રેલવે સ્ટેશન, પુનાપરા વિસ્તારમાં પાણી ભરાયા હતા. સિવિલ હોસ્પિટલ, બગીચા વિસ્તારમાં પાણી ભરાયા હતા.સર્કિટ હાઉસ, માધવનગર, પટેલ સમાજ વિસ્તારમાં પાણી ભરાયા હતા. જલારામ મિલ સહિતના વિસ્તારો અને કેટલીક દુકાનોમાં પાણી ભરાયા હતા.               


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial