Viral :સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક ભેંસ પોતાના બચ્ચાનો જીવ બચાવવા માટે સિંહ અને સિંહણના ટોળા સાથે લડી પડે છે.
માતાને વિશ્વની સૌથી મોટી યોદ્ધા કહેવામાં આવે છે. કારણ કે તેના સંતાન પર કોઈ મુશ્કેલી આવે તે પહેલા જ માતા તેના માર્ગમાં આડે ઉભી રહી જાય છે. તમે માતાની બહાદુરી અને સમર્પણની ઘણી વાતો સાંભળી અને જોઈ હશે. જેમ માનવ માતાઓ પોતાના બાળકોને ખૂબ પ્રેમ કરે છે, તેવી જ રીતે પ્રાણીઓ પણ તેમના બચ્ચાને ખૂબ પ્રેમ કરે છે અને અંત સુધી તેમનું રક્ષણ કરે છે. પોતાનો જીવ ગુમાવીને કે જોખમમાં મૂકીને પણ તે તેના સંતાનનું રક્ષણ કરે છે. આ વીડિયોમાં પણ કંઇક આવું જ જોવા મળે છે.
હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક ભેંસે પોતાના સંતાનનો જીવ બચાવવા માટે એક એવું પરાક્રમ કર્યું, જે માત્ર માતા જ કરી શકે છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, 7 સિંહ અને સિંહણ એક ભેંસના બચ્ચા પર નજર રાખી રહી છે. ભેંસનું બચ્ચું એટલું નાનું છે કે તે બરાબર ઊઠી પણ શકતી નથી. પહેલા બે સિંહણ બચ્ચા ભેંસનો શિકાર કરવા આવે છે. આ બધું જોઈને ભેંસ એક્ટિવ મોડમાં આવી જાય છે અને પોતાના શિકાર કરવા દોડે છે.
ભેંસ છેલ્લા શ્વાસ સુધી લડતી રહી
ભેંસ સિંહણ આવતાની સાથે જ તે બચ્ચાની આગળ ઉભી રહી જાય છે અને તેને બચાવવાનો પ્રયાસ કરે છે. સિહણ સિંહનું ટોળું ભેંસના બચ્ચાની શિકારની ફિરાકમાં હોય છે. જોકે, ભેંસ ભાગીને તેમનો પીછો કરે છે. સિંહણોએ ઘણી વખત ભેંસને મોઢામાં પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક વખતે ભેંસ તેના બાળકને તેમની પકડમાં જતા બચાવી લેતી. ઘણી વખત એવું બન્યું કે સિંહણ હુમલો કરે અને ભેંસ ભાગી જાય. જોકે ભેંસ માટે બચ્ચાને બચાવવું મુશ્કેલ બની રહ્યું હતું. કારણ કે ભેંસ એકલી હતી અને સિંહ અને સિંહણનું ટોળું 7 નું હતું. ભેંસ તેના બચ્ચાને બચાવવા માટે છેલ્લી ઘડી સુધી પ્રયત્ન કરે છે. પરંતુ એક ક્ષણ એવી આવે છે જ્યારે ભેંસ સંપૂર્ણપણે સિંહણથી ઘેરાઈ જાય છે. બસ આ તકનો લાભ લઈને એક સિંહણ બચ્ચા ભેંસને પકડી લે છે. જ્યારે બીજી સિંહણ ભેંસને પકડી લે છે.
ભેંસ હારી ગઇ
ભેંસે પોતાના બચ્ચાને બચાવવા માટે છેવટ સુધી પ્રયાસ કર્યો પરંતુ અંતે સિંહના હુમલાથી ભેંસ પણ જમીન પર પડી ગઇ બાદ ભેંસ હારી ગઈ.. સિંહ અને સિંહણનું ટોળું ભેંસ પર હુમલો કરે છે અને આ સમય દરમિયાન બીજા સિંહ ભેંસના બચ્ચાને શિકાર કરે છે. સિંહણ આ બચ્ચાને નુકસાન ન હતું પહોંચાડ્નયંુ પરતું માએ સંતાન માટે જીવ ગૂમાવ્યો