મહીસાગરના લુણાવાડામાં આભ ફાટતા છેલ્લા બે કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. મહીસાગરના લુણાવાડા શહેરમાં વરસેલા વરસાદથી ડુંગર પરથી પાણીનો તેજ પ્રવાહ વહી રહ્યો છે. પાણીના પ્રવાહમાં માટીની સાથે પથ્થરો પણ નીચે તણાઇ આવ્યા હતા. લુણાવાડા શહેરના બજારો બેટમાં ફેરવાયા હતા.




ભારે વરસાદથી લુણાવાડા શહેરના બજારો બેટમાં ફેરવાયા હતા. માંડવી બજાર, હાટડીયા બજાર, વરધરી રોડ વિસ્તારમાં પાણી ભરાયા હતા. ફુવારા ચોક, હુસેની ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.મહીસાગર જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. અનરાધાર વરસાદથી લુણાવાડામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. હાટડીયા બજાર જળમગ્ન થયું હતું. ભારે વરસાદથી દુકાનોના શટર સુધી પાણી પહોંચ્યું હતું.




લુણાવાડા શહેરના હાલોલ શામળાજી હાઇવે ઉપર ગોધરા રોડ તરફ જવાના માર્ગ ઉપર એક તરફ પાણી ભરાયા હતા. હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ક્યાં જિલ્લામાં કેટલો વરસાદ વરસ્યો


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 245 તાલુકામાં નોંધાયો વરસાદ


છેલ્લા 24 કલાકમાં પાટણના સાંતલપુરમાં સાડા છ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં રાજકોટના કોટડાસાંગાણીમાં છ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં ગાંધીનગરના માણસામાં છ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં કચ્છના અબડાસામાં સવા પાંચ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના સુઈગામમાં સવા પાંચ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં દ્વારકાના ખંભાળીયામાં સવા પાંચ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં રાજકોટના ઉપલેટામાં પાંચ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠાના તલોદમાં પોણા પાંચ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના વંથલીમાં સવા ચાર ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં ગાંધીનગરના દહેગામમાં ચાર ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં રાજકોટના ગોંડલમાં પોણા ચાર ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં બોટાદના બરવાળામાં પોણા ચાર ઈંચ વરસાદ


ચોટીલા, કેશોદ, વડગામમાં સાડા ત્રણ ઈંચ વરસાદ


રાપર, નડીયાદ, કડી, પ્રાંતિજમાં ત્રણ ઈંચ વરસાદ


વાપી, માંગરોળ, રાજકોટ, દાંતિવાડામાં ત્રણ ઈંચ વરસાદ


કપરાડા, ધનસુરા, સિદ્ધપુરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ


રાધનપુર, જામકંડોરણા, ધોરાજીમાં અઢી ઈંચ વરસાદ


બાયડ, જેતપુર, માળીયા હાટીનામાં અઢી ઈંચ વરસાદ


જૂનાગઢ શહેર અને તાલુકામાં સવા બે ઈંચ વરસાદ


મેંદરડા, ખંભાત, સતલાસણામાં સવા બે ઈંચ વરસાદ


ભાણવડ, મોરબી, કપડવંજમાં સવા બે ઈંચ વરસાદ


વીરપુર, જસદણ, પાલનપુરમાં સવા બે ઈંચ વરસાદ


પેટલાદ, ધરમપુર, દાંતામાં બે બે ઈંચ વરસાદ


વિસાવદર, ઉમરપાડા, ડીસામાં બે બે ઈંચ વરસાદ


ધંધુકા, ચુડા, વઢવાણમાં પોણા બે ઈંચ વરસાદ


બોરસદ, દસાડા, લાલપુરમાં પોણા બે ઈંચ વરસાદ


આંકલાવ, કુતિયાણા, ભુજ, ધ્રાંગધ્રામાં પોણા બે ઈંચ વરસાદ


ગાંધીનગર, ભિલોડા, ડેસરમાં દોઢ ઈંચ વરસાદ


13 તાલુકામાં નોંધાયો દોઢ ઈંચથી વધુ વરસાદ


30 તાલુકામાં નોંધાયો એક ઈંચ સુધીનો વરસાદ