સુરેન્દ્રનગર: ધાંગધ્રા શહેરના મફતિયાપરા વિસ્તારમાં સોમનાથ મંદિર સામે ચિરાગ શાહ નામનાં 30 વર્ષનાં યુવાનને ઘરમાં સોક લાગતા ઘટના સ્થળે જ મોત થયું છે. ઘરમાં લાઈટ ન હોવાને કારણે રીપેરીંગ કામ કરી રહેલ યુવાનને વીજ સોક લાગતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું. અચાનક હાથમાં વીજ સોક આવતા યુવાનનાં હાથમાં ઈજાનાં નિશાન જોવા મળ્યા હતા. વીજ સોક લાગતા યુવાનનું મોત થતાં સોકની લાગણી ફેલાઇ છે. યુવાનની ડેડ બોડી સરકારી હોસ્પિટલ ખાતે પી એમ માટે ખસેડવામાં આવી છે.

Continues below advertisement

રાજકોટના આ ગામમાં લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બીજી ઈનિંગ જોવા મળી હતી. ઉપલેટા તાલુકાના તલંગણા ગામે ભારે વરસાદને પગલે પાણીના પૂર ગામમાં ઘુસ્યા હતા. તલંગણા ગામે મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. મકાનોમાં પાણી ઘૂસી જતા અનાજ સાહિતની તમામ ઘરવખરી પલળી ગઈ હતી. તંત્રને જાણ કરવા છતાં કોઈ કામગીરી હાથ ન ધરાઈ હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે.  રોડ રસ્તાઓમાં ડામર ઉખડી જતા ભારે નુકશાની થઈ છે.

તો બીજી તરફ ઉપલેટા તાલુકાના સમઢીયાળા અને તલંગણા વચ્ચેનો કોજવે પાણીમાં ગરકાવ થયો છે. ઉપરવાસના પાણીના પ્રવાહને લઈને ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેડૂતોએ વાવેતર કરેલ કપાસ,એરંડા,મગફળી,સોયાબીન સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો છે. ખેતરોમાં વાવેતર કરેલ પાકનું સદંતર ધોવાણ થતાં ખેડૂતોને મોટી નુકશાની વેઠવી પડી છે. વહેલીતકે નુકસાનીનો તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા ગ્રામજનો અને ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.  

Continues below advertisement

રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં મૂશળધાર વરસાદથી જળબંબાકાર 

આજે વહેલી સવારથી જ રાજકોટ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજકોટના ગોંડલમાં વરસાદે તોફાની બેટીંગ કરી છે. રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે.

 

ગોંડલમાં 3 ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ બન્યા નદી

રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. સવારથી લઈને અત્યાર સુધીમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. હજી પણ રાત સુધીમાં ભારે વરસાદ પડે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ જિલ્લામાં સૌથી વધુ ગોંડલ તાલુકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ગોંડલ તાલુકાના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તો ગોંડલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. લોકોને અવર જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગોંડલ તાલુકાના કોલીથડ, બિલિયાળા, ભુણાવા, ભરૂડી, શાપર વેરાવળ, સડકપીપળીયા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પંથકમાં પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર ભારે વરસાદના કારણે વિઝીબિલિટી ઘટી છે. 

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial