ગાંધીનગરઃ રાજ્યના સરકારી કર્મચારીના સંગઠનમાં બે ફાંટા પડી ગયા છે. મંડળના અન્ય હોદ્દેદારોએ આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે. ધી ગુજરાત સચિવાલય ફેડરેશન અને રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે માસ સીએલ પર ઉતરશે. ગઈ કાલે સરકાર સાથે સમાધાનની જાહેરાત પછી સંગઠનમાં બે ફાંટા પડ્યા છે અને માસ સીએલની જાહેરાત કરવામાં આવી છે. જેની અસર આજે જોવા મળી રહી છે. અનેક જગ્યાએ શિક્ષકો માસ સીએલ પર ઉતરી ગયા છે. 


સમાધાનની બેઠકમાં ઉપસ્થિત ભીખાભાઈ પટેલનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો છે. જ્યારે સમાધાનની બેઠકમાં ઉપસ્થિત દિગ્વિજયસિંહ જાડેજા ફોન ઉઠાવી રહ્યા નથી. બીજી તરફ કોઈ બે ફાંટ ન પડ્યા હોવાનો ટીમ ઓપીએસના કન્વીનરે દાવો કર્યો છે. સંગઠનના હોદ્દેદારોએ જૂની પેન્શન યોજના સ્વીકાર્યા વગર સરકાર સામે સોદો કર્યો હોવાનો આક્ષેપ NOPRUFના પ્રમુખે કર્યો છે. તેમણે કહ્યું કે, સરકાર ફરીથી વિચારણા કરે તેવી માંગ છે. કર્મચારીઓ જૂની પેન્શન યોજના માટે જ રસ્તા પર ઉતર્યા હતા. 



ટીમ ઓપીએસ દ્વારા આજનો માસ સીએલ નો કાર્યક્રમ યથાવત રહેશે. રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓ અને જુની પેંશન યોજના નથી મળી એવા કર્મચારીઓ જોડાશે. ગઈ કાલે સંયુક્ત મોરચાની જાહેરાત બાદ વિરોધ થયો હતો. સરકારની ભાગલા પાડો નિતિ વખોડી આજે માસ સીએલ રાખવાનો નિર્ણય. સાબરકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ માસ સીએલ પર જવાનો કાર્યક્રમ જારી રાખ્યો. આજે જિલ્લાના શિક્ષકો ફરજ નહી બજાવે. એક દિવસ માટે જિલ્લાના શિક્ષકો માસ સીએલ મુકશે.


જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખે કહ્યુ સરકાર સામેની હડતાળ જારી રહેશે. રાજ્ય સરકાર દ્વારા પેંશન યોજનાની જાહેરાતમાં વિસંગતા હોવાને લઇ શિક્ષકોની હડતાલ ચાલુ રહેશે. સાબરકાંઠા જિલ્લાના 6018 શિક્ષકો માસ સીએલ પર. જિલ્લામાં કુલ 6258 શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. 157 શિક્ષકો ફિક્સ પગાર પર છે તો 66 શિક્ષકો લાંબી રજા પર.


મહેસાણા જિલ્લાના તમામ શિક્ષકો ઉતર્યા માસ સીએલ પર. શિક્ષકો માસ સીેલ પર જતા પ્રાથમિક શાળાઓમાં લાગ્યા ઘંભાતી તાળા. જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ ખોરવાયું . શિક્ષકોની સાથે સાથે અન્ય કર્મચારી મંડળો પણ માસ સીએલ જોડાયા. શિક્ષકોના બંને સંઘોએ શિક્ષકોના માસ સીએલ ઉપર જવા અને આંદોલન જારી રાખવા પરિપત્ર બહાર પાડ્યા .


અમદાવાદ જિલ્લાના 5000 જેટલા શિક્ષકો માસ સીએલ યથાવત્. રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓ અને જૂની પેન્શન યોજના નથી મળી તેને લઈને આજે માસ સી એલ પર. જો સરકાર તેમની જૂની પેન્શન યોજના નહીં સ્વીકારે તો વધુ આક્રમક રીતે કરશે વિરોધ. આજે અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની શાળાઓને આપવામાં આવી છે રજા.


તાપી જિલ્લાના પ્રાથમિક અને ઉચ્ચતર વિભાગના શિક્ષકો માસ સી એલ પર ઉતર્યા. તાપીમાં આજનો માસ સીએલનો કાર્યક્રમ યથાવત રાખ્યો. વિવિધ માંગોને લઈ માસ સી એલ પર ઉતર્યા શિક્ષકો. પંચમહાલ  પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા આવતીકાલે "માસ સી એલ "નું એલાન યથાવત રાખવા એલાન.   જુની પેંશન યોજના અંગે ની સરકાર ની જાહેરાત સંઘ ને મંજુર ના હોઈ આંદોલન મોફૂંક રાખવા ની જાહેરાત પછી ખેંચાઈ.  રાજ્ય કક્ષાએથી  કાલના માસ સીએલના કાર્યક્રમની મોકુફ રાખવા સાથે પંચમહાલ મહાસંઘ  સંમત ના હોઈ આવતીકાલે માસ સીએલ પર ઉતરશે પંચમહાલના શિક્ષકો.


દાહોદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના શિક્ષકોએ માસ સીએલ પર જવાનો કાર્યક્રમ  યથાવત. જિલ્લાના શિક્ષકો ફરજ નહી બજાવે. આજે એક દિવસ માટે શિક્ષકો માસ સીએલ પર અને ત્યારબાદ આગામી કાર્યકર્મ નક્કી કરશે. સંઘના પ્રમુખે માસ સી એલ ને લઈ આપી માહિતી.  શિક્ષકોની હડતાલ યથાવત.