ગાંધીનગર:આંગણવાડીનના કર્મચારીઓની માંગણી પુરી કરતા સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છો. સરકારે આંગણવાડીના કર્મચારીઓના પગારમાં વધારો કર્યો છે. તેડાગર બહેનોના પગારમાં 1500 તો આંગણવાળીની બહેનોના પગારમાં 2000નો વધારો કર્યો છે.
તેડાગરના માનદ વેતનમાં વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. ઉપરાંત 1800 મીની આંગણવાડી કેંદ્રને રેગ્યુલર આંગણવાડીમાં કન્વર્ટ કરવાનો પણ નિર્ણય લીધો છે. .
ઉલ્લેખનિય છે કે, પગાર વધારા સાથે હવે આંગણવાડી કાર્યકરને રૂ.10હજાર અને આંગણવાડી તેડાગરને રૂ.5500 વેતન અપાશે. આંગણવાડી કાર્યકરને હાલ રૂ.7800 વેતન અપાતું હતું તેમાં રૂ. 2200નો વધારો કરીને રૂ 10,000 ચૂકવાશે, એ જ રીતે આંગણવાડી તેડાગરને હાલ રૂ 3950 વેતન ચૂકવાતું હતું એમાં રૂ. 1550નો વધારો થતાં હવે તેડાગરને 5500 પગાર ચૂકવવામાં આવશે.
રાજ્ય સરકાર આ માટે રૂપિયા 230.52 કરોડનો ખર્ચ કરશે, આ નિર્ણયને પરિણામે 51,229 આંગણવાડી કાર્યકર અને 51,29 આંગણવાડી તેડાગર માનદ કર્મીઓ અને તેમના પરિવારજનોને લાભ થશે.
ઉપરાંત રાજ્ય સરકાર 1800 મીની આંગણવાડી કેંદ્રને રેગ્યુલર આંગણવાડીમાં કન્વર્ટ કરશે, આ નિર્ણયથી મીની આંગણવાડી કાર્યકરની જગ્યાને આંગણવાડી કાર્યકરની જગ્યા પણ અપગ્રેડ કરવામાં આવેલ છે. આ જગ્યા માટે સરકારને વધારાનો રૂ 18.82 કરોડનો વાર્ષિક ખર્ચ આવશે.
Big Breaking: રાજ્યમાં ચાલતા આંદોલનો સમેટવા જાણો ગુજરાત સરકારે શું લીધો મોટો નિર્ણય
ગાંધીનગર: રાજ્યમાં હાલમાં સરકારી કર્મચારીઓ વિવિધ માગણીને લઈને આંદોલનો કરી રહ્યા છે. હજારોની સંખ્યામાં સરકારી કર્મચારીઓ હાલમાં ગાંધીનગર ખાતે એકઠા થયા છે. જેને લઈને હવે સરકાર ણ હરકતમાં આવી છે. આજે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમણે કહ્યું કે, કર્મચારીઓની મોટા ભાગની માગણીઓેને લઈને સરકારનું વલણ હકારાત્મક છે. તેથી હવે જે 6 લાખ કર્મચારીઓ એક સાથે માસ સીએલ પર જવાના હતા કે કાર્યક્રમ મોકૂફ રાખે. તો બીજી તરફ કર્મચારીઓની માંગણી સંતોષાતા માસ સીએલનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. કર્મચારીઓએ સરકારની અપીલને ગ્રાહ્ય રાખી છે. વાઘાણીએ કહ્યું કે, કુટુમ્બ પેન્શનની માગનો સ્વિકાર કર્યો છે.
આ પ્રેસ કોન્ફરન્સમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને જગદીશ પંચાલ હાજર રહ્યા હતા. જીતુ વાણાણીએ કહ્યું કે, વાર્તાલાપ અને સંવાદથી જ બધા પ્રશ્નોનું સમાધાન થાય છે. સમિતિના જવાબદાર મંત્રીઓ સાથે બેઠકો થઈ છે . કર્મચારીઓ સરકારનો પરિવાર છે. સરકારની અપીલ પર માંગણીઓ ગ્રાહ્ય રાખી છે. જૂની પેંશન સ્કીમ બાબતે કેન્દ્ર સરકારનો ઠરાવ છે. કુટુંબ પેંશનના ઠરાવ સ્વીકારીશું. સીપીએફમાં 12ના બદલે 14 ઉમેદવારનો સ્વીકાર કર્યો છે. 7 મા પગારપંચના બાકીના ભથ્થાઓ ચૂકવાશે અને કેન્દ્રમાં ધોરણે લાભ મળશે. સોમવારથી બધા કર્મચારીઓ કામે લાગવા માટેની અપીલ કરવામાં આવી છે. કેટલીક પોલિસી મેટર છે તો પોલિસી સાથે જ નિર્ણય થાય છે.
તો બીજી તરફ સયુકત મોરચા પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું કે, મહત્વના 15 પ્રશ્નો અમે રજૂ કર્યા હતા. જૂની પેંશનની અમારી માંગણીઓ હતી. 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેંશનનો લાભ મળે છે, આજે પણ અમારી 2005 બાદના કર્મચારીઓને જૂની પેંશન સ્કીમનો લાભ મળે તે માગણી છે. ઉચ્ચતર પગારનો લાભ આપવાનો નિર્ણય લેવાયો છે. સરકારી કર્મચારીઓને 8 લાખનો લાભ મૃત્યુ બાદ મળતો તે 14 લાખ કરાયો છે. જો કે, જૂની પેંશન સ્કીમ લાગું કરવાની માગણી હજુ સુધી નથી સ્વીકારી. માસ સીએલની હડતાલ મોકૂફ રખાય છે.
તો બીજી તરફ સયુકત મોરચા પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું કે, મહત્વના 15 પ્રશ્નો અમે રજૂ કર્યા હતા. જૂની પેંશનની અમારી માંગણીઓ હતી. 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેંશનનો લાભ મળે છે, આજે પણ અમારી 2005 બાદના કર્મચારીઓને જૂની પેંશન સ્કીમનો લાભ મળે તે માગણી છે. ઉચ્ચતર પગારનો લાભ આપવાનો નિર્ણય લેવાયો છે. સરકારી કર્મચારીઓને 8 લાખનો લાભ મૃત્યુ બાદ મળતો તે 14 લાખ કરાયો છે. જો કે, જૂની પેંશન સ્કીમ લાગું કરવાની માગણી હજુ સુધી નથી સ્વીકારી. માસ સીએલની હડતાલ મોકૂફ રખાય છે.