ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં કોરોના સંક્રમણમાં ખૂબ મોટો વધારો થયો છે. વધતા કોરોના સંક્રમણ વચ્ચે લઈ ધો. 10 અને 12ની પરીક્ષા સમયસર લેવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો છે. ધો. 1થી 9માં માસ પ્રમોશન(mass promotion) અંગે સરકાર વિચારણા કરી રહ્યાનો મુખ્યમંત્રી રૂપાણી(CM Vijay rupani)એ દાવો કર્યો છે. નોંધનીય છે કે ગઈકાલે એબીપી અસ્મિતાએ હું તો બોલીશ કાર્યક્રમ અંતર્ગત આ મુદ્દો ઉઠાવ્યો હતો.
રાજ્યમાં વકરતા કોરોના સંક્રમણ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુ એકવાર લોકડાઉન(Lockdown)ને લઈ સ્પષ્ટતા કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એબીપી નેટવર્કની એબીપી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે ગુજરાતમાં લોકડાઉન નહીં લાગે. જરૂરિયાત મુજબ વેપારીઓએ સ્વયંભૂ કામકાજના સમય નક્કી કરી રહ્યા છે.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
સોમવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 6021 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 55 લોકોનાં મૃત્યુ થયા હતા. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે. રાજ્યમાં ગઈકાલે 2854 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,17,981 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 30,000 પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 30680 પર પહોંચ્યો છે. જેમાંથી 216 લોકો વેન્ટિલેટર પર અને 30464 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.95 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 12 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
નોંધાયેલા કેસ |
મોત |
12 એપ્રિલ |
6021 |
55 |
11 એપ્રિલ |
5469 |
54 |
10 એપ્રિલ |
5011 |
49 |
9 એપ્રિલ |
4541 |
42 |
8 એપ્રિલ |
4021 |
35 |
7 એપ્રિલ |
3575 |
22 |
6 એપ્રિલ |
3280 |
17 |
5 એપ્રિલ |
3160 |
15 |
4 એપ્રિલ |
2875 |
14 |
3 એપ્રિલ |
2815 |
13 |
2 એપ્રિલ |
2640 |
11 |
1 એપ્રિલ |
2410 |
9 |
કુલ કેસ અને મોત |
45,872 |
336 |
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,61,736 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 879 લોકોના મોત થયા છે. જોકે 97,168 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- એક કરોડ 36 લાખ 89 હજાર 4537
કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 22 લાખ 53 હજાર 697
કુલ એક્ટિવ કેસ - 12 લાખ 64 હજાર 698
કુલ મોત - એક લાખ 71 હજાર 058