નડિયાદ જિલ્લાના માતર બેઠકથી ભાજપના ધારાસભ્ય જુગાર રમતા ઝડપાયા છે. હાલોલના શિવરાજપુર નજીક આવેલ જીમીરાં રિસોર્ટમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરીને પુછપરછ ચલાવવામાં આવી રહી છે. ભાજપનાં ધારાસભ્ય (MLA) કેશરી સિંહ સોલંકી પણ જુગાર રમતા ઝડપાયા છે. કેશરી સિંહ ખેડાની માતરના ધારાસભ્ય છે. હાલ તો તેમની અટકાયત કરીને પુછપરછ ચાલી રહી છે.


ધારાસભ્ય સાથે નબીરા હોવાની ચર્ચા ચાલી રહી છે. રિસોર્ટમાં કસીનો ટાઈપ કોઈનથી જુગાર ધામ ચાલી રહ્યું હતું. આ ઉપરાંત હાઇપ્રોફાઇલ યુવતીઓ દ્વારા જુગાર રમાડાતો હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે લાખોની કિંમતના મુદ્દામાલ સાથે ધારાસભ્ય અને નબીરાઓને ઝડપી લીધા હતા. 




રિસોર્ટમાંથી ખેડા જિલ્લાના ધારાસભ્ય કેશરીસિંહ સોલંકી સહિત 18 પુરુષો અને 7 મહિલાઓ પણ ઝડપાઈ છે.  મહિલાઓમાં 3 નેપાળી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. દારૂની 7 ઉપરાંત બોટલ પણ મળી આવી છે. પોલીસે હાલ ધારાસભ્ય સહિત અન્યોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથધરી છે. 


પાવાગઢ પોલીસ સહિત એલસીબીની ટીમોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ચુક્યો છે. ધારાસભ્ય સહિત નબીરાઓ જીમીરા રિસોર્ટમાં દારૂની પણ મહેફિલ માણી રહ્યા હોવાનું આધાર ભૂત સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. પોલીસ હાલ તમામ લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે. જો કે હાલ પોલીસ પણ આ મુદ્દે કોઇ પ્રકારનું અધિકારીક નિવેદન આપવાનું ટાળી રહી છે. અંદર એક ધારાસભ્ય હોવાની વાત પણ સુત્રો જણાવી રહ્યા છે. જો કે પોલીસ આ અંગે મગ નું નામ મરી પાડવા માટે તૈયાર નથી. 


પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરીને પુછપરછ ચલાવવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષક સાથે થયેલી વાતચીત અનુસાર ભાજપનાં ધારાસભ્ય (MLA) કેશરી સિંહ સોલંકી પણ જુગાર રમતા ઝડપાયા છે. કેશરી સિંહ ખેડાની માતરના ધારાસભ્ય છે. હાલ તો તેમની અટકાયત કરીને પુછપરછ ચાલી રહી છે.