ગાંધીધામ: ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજે વહેલી સવારથી મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આદિપુર-ગાંધીધામ રસ્તા ઉપર ખડકી દેવામાં આવેલ કાચા પાક્કા ૨૦ થી ૨૫ દબાણો ઉપર આજે બુલડોઝર ફરી વળ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજે દબાણ દૂર કરવામાં આવ્યા હતા.
મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. વહેલી સવારથી પોલીસ બંદોબસ્ત સાથે કાચા પાક્કા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ગાંધીધામ આદિપુર ને જોડતા માર્ગો ઉપર દબાણ થઈ જતાં અનેક વાર નોટિસો પણ આપવામાં આવી હતી. નોટિસ આપ્યા બાદ પણ દબાણ દૂર ના કરવામાં આવતા આજે મહાપાલિકા દ્વારા દબાણ તોડી પાડવામાં આવ્યું હતું. ૨૫ થી વધુ મહાનગરપાલિકા કર્મચારીઓ સાથે Dysp, PI, PSI સહિત ૩૨ જેટલા પોલીસ કર્મચારીઓ સાથે આજ રોજ દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
સર્વે મુજબ 350થી વધુ દબાણો શોધી કાઢ્યા
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરના જાહેર માર્ગો પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે મોટી કાર્યવાહીની તૈયારી કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ શહેરમાં કરેલા સર્વે મુજબ 350થી વધુ દબાણો શોધી કાઢ્યા છે, જેમાં ટાગોર રોડ, ઘોડા ચોકી, કોલેજ સર્કલ, રામબાગ, રાજવી ફાટકથી આપના નગર ચાર રસ્તા સુધીના વિસ્તારોનો સમાવેશ થાય છે.
દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી
ગાંધીધામ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરના જણાવ્યા અનુસાર, તમામ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી. સોમવાર સુધીમાં સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા જણાવવામાં આવ્યું છે. પંરતુ સોમવાર સુધી કોઈ પણ દબાણો દૂર કરવામાં ના આવતા આજે પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર દ્વારા દબાણો તોડી પાડવામા આવ્યા હતા. કેટલાક લોકો પોતાની જાતે દબાણ તોડી પાડ્યા હતા. મહાનગરપાલિકાની આ કાર્યવાહી ગાંધીધામ અને આદિપુર બંને શહેરોના માર્ગોને પહોળા કરવાના ઉદ્દેશ્ય સાથે હાથ ધરવામાં આવી છે. આદિપુર રોડ અને ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં પણ રસ્તાની માપણીનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. કેટલાક લોકોએ નોટિસને ધ્યાનમાં રાખીને સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કર્યા છે. ગાંધીધામમાં અત્યાર સુંધી ૩૦૦ જેટલા લોકોને નોટિસ ફટકારવામાં આવી છે.આવનારા દિવસોમાં પણ હજુ દબાણો દૂર કરવામાં આવશે. મહાનગરપાલિકા બન્યા બાદ રસ્તા પહોળા કરવાના હોવાથી દબાણ દૂર કરવામાં આવશે.
નવસારી મહાનગરપાલિકાએ મિલકત વેરો ન ભરનારા પર બોલાવી તવાઈ, બાકીદારોમાં ફફડાટ