નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, નડિયાદમાં ત્રણ વ્યકિતના શંકાસ્પદ મોત થયા હતા. ત્રણેય વ્યકિતના મોત દારૂ પીધા બાદ થયાના સમાચારથી પોલીસ દોડતી થઇ હતી. લઠ્ઠાકાંડથી મૃત્યુ થયાની આશંકા સેવાઇ રહી છે. જવાહરનગર ફાટક વિસ્તારમાં દારૂ પીધો હોવાની આશંકા છે. દારૂ પીવાથી મોત થયાનો મૃતકના પરિવારજનોએ આશંકા વ્યકત કરી હતી. સારવાર મળે તે પહેલા ત્રણના મોત થયા હતા.
મૃતદેહને બ્લડ સેમ્પલ રાત્રિના જ FSLમાં મોકલાયા હતા. મૃતદેહમાં મિથેનોલ આલ્કોહોલની હાજરી શૂન્ય જોવા મળી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે વરૂણ પરમાર નામનો એક વ્યકિત સમગ્ર ઘટનાક્રમનો સાક્ષી રહ્યો છે. સાક્ષીએ દાવો કર્યો હતો કે કનુભાઈ ચૌહાણ નામના મૃતક જીરા સોડાની બોટલ લઈને આવ્યા હતા. ત્રણેય વ્યકિતએ જીરા સોડાની બોટલમાંથી પીણુ પીધું હોવાનું સાક્ષીએ નિવેદન આપ્યું છે. ચાર વ્યકિત હતા પૈકી ત્રણ વ્યકિતએ જીરા સોડાની બોટલમાંથી પીણું પીધુ હતું. સૌ પ્રથમ રવિન્દ્રભાઈ બેભાન થયા હતા. રવિન્દ્ર ચૌહાણ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું હતું. યોગેશ કુશવાહ અને કનુભાઈનું મૃત્યું સારવાર દરમિયાન થયું હતું. જીરા સોડાની બોટલ પોલીસે કબજે લીધો છે. જીરા સોડાની ખાલી બોટલ પોલીસે એફએસએલમાં મોકલી હતી. જીરા સોડાની બોટલમાંથી પીધેલા પીણાની પાંચ મીનિટમાં ઘાતકી અસર જોવા મળી હતી.
નડિયાદમાં રહસ્યમય રીતે મૃત્યુ પામેલા ત્રણેય મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયું હતું. ત્રણેયના મૃતદેહમાંથી મિથેનોલ ન મળ્યા હોવાના પ્રાથમિક અહેવાલ છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ તેમના પરિવારજનોને સોંપાયા હતા. પોસ્ટમોર્ટમ અને FSLના પ્રાથમિક અહેવાલ પ્રમાણે લઠ્ઠાની શક્યતા નહીંવત છે. ખેડા જિલ્લા એસપી રાજેશ ગઢિયાએ પત્રકાર પરિષદ યોજી હતી.
ઝેરીલા દારૂથી મોત થયું કે નહીં તે FSLના રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે. યોગેશ કુશવાહ, રવિન્દ્ર રાઠોડ અને કનુ ચૌહાણનું અચાનક મોત થયું હતું. હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ ત્રણેય વ્યકિતના મોત થયા હતા. નડિયાદમાં અનેક ઠેકાણે બુટલેગરોના અડ્ડાઓ પર પોલીસે કાર્યવાહી કરી હતી. નડિયાદ સિવિલ હોસ્પિટલ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. LCB,SOG અને સ્થાનિક પોલીસે રાતભર જવાહરનગરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જવાહરનગર વિસ્તારના બુટલેગર ગલીયાની પોલીસે મોડી રાત્રે અટકાયત કરી હતી. મૃતકના પરિવારનો દેશી દારૂ પીધા બાદ મોત થયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જવાહર નગર વિસ્તારના બુટલેગર ગલીયાની પોલીસે અટકાયત કરી હતી. દેશી દારૂમાંથી મિથેનોલ આલ્કોહોલનું પ્રમાણ ન હોવાનો FSLએ રિપોર્ટ આપ્યો હતો. કઈ રીતે મોત થયા તે અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી.
દારૂડીયાઓનો આતંક જોવા મળ્યો
રાજકોટના હનુમાન મઢી ચોક પાસે આવેલ રંગઉપવન સોસાયટીમાં દારૂડીયાઓનો આતંક જોવા મળ્યો હતો. દારૂડીયાઓ રોજ દારૂ પીને સોસાયટીમાં ધમાલ મચાવે છે. દારૂડીયાઓના ત્રાસથી મહિલાઓ પોતાને અસુરક્ષિત અનુભવે છે. અગાઉ પણ ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ અને સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે દારૂડિયોના ત્રાસથી મુક્તિ અંગેની બાંહેધરી આપી હતી. કોર્પોરેટર ધારાસભ્યને આ અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિક લોકો દ્વારા આક્રોશ જોવા મળ્યો હતો.