Heart Attack:કોરોના બાદ સતત હાર્ટ અટેકના કેસ વધી રહ્યાં છે. તેમાં પણ ખૂબ જ નાની વયે આવતા અટેકે ચિંતા વધારી છે. આજે રાજકોટ બાદ મહેસાણામાં પણ હાર્ટ અટેકે એક યુવકનો જીવ લીધો. 40 વર્ષિય મહેસાણાનો પ્રહલાદ રાઠોડ મોઢેરામાં ફરજ બજાવતો હતો. ત્રણ દિવસ પહેલા તેમને ફરજ દરમિયાન એટેક આવતા તે ઢળી પડ્યો હતો. જો કે,એટેક આવ્યા બાદ સારવાર માટે તેમને હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જો કે દુર્ભાવ્યવશ હોસ્પિટલમાં પહોંચ્યા બાદ પણ તેનો જીવ ન બચાવી શકાયો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ. અચાનક 40 વર્ષિય પુત્રના નિધનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
રાજકોટમાં વધુ એક યુવાકનનો જીવ હાર્ટ એટેકેને કારણે ગયો છે. શહેરની ભાગોળે આવેલા નવાગામ આણંદપર ગામના વિપુલ રતિલાલ નામનાં 32 વર્ષના યુવાનનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું છે. યુવાનના મૃત્યુને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રાજકોટમાં છેલ્લા આઠ દિવસથી દરરોજ એક-બે યુવાનનાં હાર્ટ એટેકનાં કારણે મૃત્યુ થઈ રહ્યા છે.
છેલ્લા થોડા સમયમાં હાર્ટ એટેકથી થયેલા મોત
તારીખઃ 15 ઓક્ટોબર 2023
સ્થળઃ ઈચ્છાપોર, સુરત
માતાજીની મૂર્તિ લઈને પરત
ફરતા સમયે હાર્ટ એટેકથી મોત
તારીખઃ 14 ઓક્ટોબર 2023
સ્થળઃ પાદરા
યુવક ઓચિંતા ઢળી પડ્યો
તારીખઃ 14 ઓક્ટોબર 2023
સ્થળઃ ગોધરા
શહેરાની કોલેજમાં કલાર્ક તરીકે ફરજ
બજાવતા યુવકનું હૃદયરોગના હુમલાથી મોત
તારીખઃ 13 ઓક્ટોબર 2023
સ્થળઃ ભુજ સ્વામિનારાયણ મંદિર
મોડાસા માર્કેટયાર્ડના સેક્રેટરી ઘનશ્યામભાઈ
ભટ્ટનું મંદિરમાં દર્શન વખતે ઢળી પડ્યા
તારીખઃ 13 ઓક્ટોબર 2023
સ્થળઃ વડોદરા
કારેલીબાગના 26 વર્ષીય યુવકનું
હાર્ટ એટેકથી નિધન
તારીખઃ 12 ઓક્ટોબર 2023
સ્થળઃ ઓલપાડ
42 વર્ષીય રત્નકલાકાર વિપુલભાઈ હિંચકા પર
બેઠા હતા અને હૃદયરોગનો હુમલો આવ્યો
તારીખઃ 12 ઓક્ટોબર 2023
સ્થળઃ સુરત
સુરતના વેસુમાં કલર કામ કરતા યુવકને
છાતીમાં દુઃખાવો ઉપડ્યો અને હાર્ટ એટેક આવ્યો
તારીખઃ 10 ઓક્ટોબર 2023
સ્થળઃ જામનગર
ધો. 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું યોગા
દરમિયાન હાર્ટ એટેક આવતા મોત
તારીખઃ 5 ઓક્ટોબર 2023
સ્થળઃ સુરત
પ્રિ-નવરાત્રિ નિમિતે ગરબા રમતા 26 વર્ષીય
યુવકનું હાર્ટ એટેકથી થયું નિધન
તારીખઃ 25 સપ્ટેમ્બર 2023
સ્થળઃ જામનગર
ગરબાની પ્રેકટિસ દરમિયાન 19 વર્ષીય યુવકને
હાર્ટ એટેક આવતા સારવાર પહેલા થયું મોત