Mehsana : વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી  ગુજરાતની બહાર નહીં જઈ શકે. મહેસાણાની સેશન્સ કોર્ટે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પર આ પ્રતિબંધ મુક્યો છે. વર્ષ 2017માં વગર મંજૂરીએ  રેલી કાઢી હોવાના કેસમાં મહેસાણાની સેશન્સ કોર્ટે આ  આદેશ આપ્યો છે. કોર્ટે અગાઉ આ કેસમાં 3 માસની સજાનો હુકુમ કર્યો હતો. સજાને પડકારતી અરજીની સુનાવણી દરમિયાન હવે કોર્ટે આ આદેશ આપતા કહ્યું છે કે  જીગ્નેશ મેવાણી ગુજરાત બહાર નહીં જઈ શકે. આ સાથે કોર્ટે આ કેસના જીગ્નેશ મેવાણીને જામીન આપ્યા છે. કોર્ટે જીગ્નેશ મેવાણીને પાસપોર્ટ જમા કરાવી અન્ય ગુનામાં સામેલ ન થવાની શરતે જામીન આપ્યા છે. 


હવામાન વિભાગની  આગાહી, રાજ્યમાં આકરી ગરમી પડશે
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ હજુ પણ રાજ્યમાં આકરી ગરમી પડશે. રાજ્યમાં આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ વર્તાશે. હવામાન વિભાગે અમદાવામાં હિટવેવની આગાહી કરી છે.


હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ હજુ પણ રાજ્યમાં આકરી ગરમી પડશે. રાજ્યમાં આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ વર્તાશે. હવામાન વિભાગે અમદાવામાં હિટવેવની આગાહી કરી છે. અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જઇ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ  નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલીમાં શુક્રવારે વાતાવરણમાં પલટો આવી શકે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડી શકે છે


હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેવાનો અનુમાન છે. શુક્રવારથી  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં રહેશે થંડર સ્ટ્રોમ એક્ટિવિટીની અસર રહેશે.  વલસાડ, અમરેલી અને ભાવનગરમાં થંડર સ્ટોર્મ એક્ટિવિટીની અસર રહેશે તેમજ બે દિવસ બાદ રાજ્યના તાપમાનમાં આંશિક ઘટાડો થઇ શકે છે. એક દિવસ બાદ રાજ્યમાં સામાન્ય તાપમાનમાં ઘટડો જોવા મળશે. રાજ્યમાં આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ વર્તાશે. હવામાન વિભાગે અમદાવામાં હિટવેવની આગાહી કરી છે.  અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જઇ શકે છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેવાનો અનુમાન છે. શુક્રવારથી  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં રહેશે થંડર સ્ટ્રોમ એક્ટિવિટીની અસર રહેશે.