Gir Somnath : ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ઉના-ભાવનગર નેશનલ હાઇવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થયો છે. આ અકસમાત એટલો ભયંકર હતો કે ટ્રકની આખી કેબીન અલગ થઇને ખસી ગઈ હતી, તો એસટી બસના ડ્રાઈવરની સીટના ભાગના પણ ફુરચે ફુરચા ઉડી ગયા છે. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થનારા ડ્રાઈવરને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માતની આ ઘટનામાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જયારે કોઈ જાનહાની થઇ નથી.
હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં આકરી ગરમી પડશે
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ હજુ પણ રાજ્યમાં આકરી ગરમી પડશે. રાજ્યમાં આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ વર્તાશે. હવામાન વિભાગે અમદાવામાં હિટવેવની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ હજુ પણ રાજ્યમાં આકરી ગરમી પડશે. રાજ્યમાં આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ વર્તાશે. હવામાન વિભાગે અમદાવામાં હિટવેવની આગાહી કરી છે. અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જઇ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલીમાં શુક્રવારે વાતાવરણમાં પલટો આવી શકે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડી શકે છે
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેવાનો અનુમાન છે. શુક્રવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં રહેશે થંડર સ્ટ્રોમ એક્ટિવિટીની અસર રહેશે. વલસાડ, અમરેલી અને ભાવનગરમાં થંડર સ્ટોર્મ એક્ટિવિટીની અસર રહેશે તેમજ બે દિવસ બાદ રાજ્યના તાપમાનમાં આંશિક ઘટાડો થઇ શકે છે. એક દિવસ બાદ રાજ્યમાં સામાન્ય તાપમાનમાં ઘટડો જોવા મળશે. રાજ્યમાં આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ વર્તાશે. હવામાન વિભાગે અમદાવામાં હિટવેવની આગાહી કરી છે. અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જઇ શકે છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેવાનો અનુમાન છે. શુક્રવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં રહેશે થંડર સ્ટ્રોમ એક્ટિવિટીની અસર રહેશે.