Rain Forecast:છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં છૂટછવાયો વરસાદ ( rain)પડી રહ્યો છે. જો કે સારા વરસાદને લઇને ગુજરાતવાસી કાગડોળે રાહ જોઇ રહ્યાં છે. દક્ષિણ ગુજરાત સિવાયના ઝોનમાં વરસાદની અછત વર્તાઇ રહી છે. જો કે હવે એવી ત્રણ સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે હવામાન વિભાગે (Meteorological Department) રાજ્યમાં સારા સાર્વત્રિક વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.


રાજ્યના ચારેય ઝોનમાં આજે ભારે વરસાદની ( rain) હવામાન વિભાગે (Meteorological Department)   આગાહી (forecast)  વ્યક્ત કરી  છે.  દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે એલર્ટ જાહેર કરાયું છે.


દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ,તાપી,નવસારી અને વલસાડમાં  ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે..તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.


સૌરાષ્ટ્રના છ જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી,ભાવનગર અને બોટાદમાં વરસાદનું યલો એલર્ટ  જાહેર કરાયું છે. અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો  છે. અલગ અલગ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યા છે.. આજે ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદમાં યલો એલર્ટ  જાહેર કરવામાં આવ્યું છે.


ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  તો મધ્ય ગુજરાતના આણંદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં  ભારે વરસાદ વરસી શકે છે.


મહીસાગરના લુણાવાડા શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો..  વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા રસ્તાઓ  પાણી પાણી થઇ ગયા. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેરથી ખેડૂતમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે


ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 29.17 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં 37.61,તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 35.02 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.કચ્છમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 34.91 ટકા વરસાદ વરસાદ વરસી ચૂક્યો છે., તો મધ્ય ગુજરાતમાં 18.95 ટકા અને ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં 18.50 ટકા વરસાદ વરસ્યો છે.