Rain Forecast: પહાડી રાજ્યો સહિત દેશના ઘણા ભાગોમાં અવિરત વરસાદ બાદ પૂરની સંભાવના છે. રાજધાની દિલ્હીમાં પણ યમુના ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. ગુજરાતના અનેક વિસ્તારો પૂરની દુર્ઘટનાથી ત્રસ્ત છે. દરમિયાન, હવામાન વિભાગે આગામી 3 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે.
આગામી 3 કલાક દરમિયાન ગુજરાત રાજ્યના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.
આગામી 3 કલાક દરમિયાન ગુજરાત રાજ્યના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છના જિલ્લાઓમાં હળવો મેઘગર્જના થવાની સંભાવના છે.
છેલ્લા 24 કલાકના આંકડા
છેલ્લા 24 કલાકમાં સુરતના કામરેજમાં પોણા ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં આણંદ તાલુકામાં સવા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ખેડાના નડિયાદમાં ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના કોડીનારમાં અઢી ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વલસાડના વાપીમાં અઢી ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં સુરતના ઓલપાડમાં અઢી ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના વંથલીમાં અઢી ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના કેશોદમાં સવા બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના માળીયા હાટીનામાં સવા બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના માણાવદરમાં સવા બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વલસાડના પારડીમાં સવા બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં સુરતના માંગરોલમાં સવા બે ઈંચ વરસાદ
માંગરોળ, મેંદરડામાં બે બે ઈંચ વરસાદ
ડેસર, સુરત શહેરમાં બે બે ઈંચ વરસાદ
તાલાલા, વાસો, સુત્રાપાડામાં પોણા બે ઈંચ વરસાદ
ઠાસરા, રાજુલા, કુતિયાણામાં પોણા બે ઈંચ વરસાદ
જૂનાગઢ શહેર અને તાલુકામાં પોણા બે ઈંચ વરસાદ
વેરાવળ, વિસાવદર, જોડીયામાં દોઢ દોઢ ઈંચ વરસાદ
ઉમરેઠ, બોરસદ, ઉનામાં દોઢ દોઢ ઈંચ વરસાદ
વિજાપુર, દાંતીવાડા, ખેરગામમાં દોઢ ઈંચ વરસાદ
ગીર ગઢડા, વઘઈ, અહવામાં સવા ઈંચ વરસાદ
અબડાસા, ધરમપુર, ઉમરગામમાં સવા ઈંચ વરસાદ
જેતપુર, પલસાણા, સાવલીમાં સવા ઈંચ વરસાદ
ભાવનગરના મહુવા, માતર, ઉપલેટામાં એક એક ઈંચ વરસાદ
તારાપુર, મહુધા, ગળતેશ્વરમાં એક એક ઈંચ વરસાદ
ગોધરા, કુકરમુન્ડા, જાફરાબાદમાં એક એક ઈંચ વરસાદ
સુબિર, વિસનગર, વડાલીમાં એક એક ઈંચ વરસાદ
8 તાલુકામાં એક ઈંચ સુધીનો વરસ્યો વરસાદ
12 તાલુકામાં નોંધાયો પોણો ઈંચ વરસાદ
21 તાલુકામાં નોંધાયો અડધો ઈંચ વરસાદ