હજુ પડશે હાડ થીજવતી ઠંડી પડશે. સુસવાટા ભર્યા પવન પણ ફૂંકાશે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર હજુ રાજ્યભરમાં ઠંડીનું જોર રહેશે. કચ્છમાં તો શીતલહેર અનુભવાશે. હવામાન વિભાગના મતે આગામી બે દિવસ અમદાવાદ-ગાંધીનગર સહિત પૂરા રાજ્યમાં ઠંડીનો ચમકારો રહેશે. તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઘટશે. આજે પણ કચ્છનું નલિયા રહ્યું સૌથી ઠંડુંગાર. નલિયામાં નોંધાયું 6 ડિગ્રી લઘુત્તમ તાપમાન. ગાંધીનગરમાં નોંધાયું 7 ડિગ્રી તાપમાન, જ્યારે અમદાવાદ અને વડોદરામાં નોંધાયું 9 ડિગ્રી તાપમાન.
અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનું જોર વધુ રહેશે અને કેટલાક જિલ્લામાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સુધી ગગડવાની શક્યતા છે. અમદાવાદ સહિત રાજ્યના 9 શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'આગામી બે દિવસ દરમિયાન કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણમાં કાતિલ ઠંડી પડી શકે છે. જોકે, બુધવારથી ઠંડીનું જોર ઘટવા લાગશે અને લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે.'
રાજ્યમાં કોરોના વિસ્ફોટ
રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6275 કેસ નોંધાયા છે. બીજી તરફ 1263 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,24,163 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 95.59 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 93,467 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 2487, સુરત કોર્પોરેશનમાં 1696, વડોદરા કોર્પોરેશનમાં 347, રાજકોટ કોર્પોરેશનમાં 194, સુરત 183, ગાંધીનગર કોર્પોરેશન 153, નવસારી 118, વલસાડ 107, ભાવનગર કોર્પોરેશનમાં 98, કચ્છ 70, ભરુચ 68, ખેડા 67, આણંદ 64, રાજકોટ 60, પંચમહાલ 57, ગાંધીનગર 53, વડોદરા 51, જામનગર કોર્પોરેશન 49, જૂનાગઢ કોર્પોરેશન 45, સાબરકાંઠા 35, અમદાવાદ 32, મોરબી 29, નર્મદા 25, અમરેલી 24, અરવલ્લી 24, મહેસાણા 19, પાટણ 17, બનાસકાંઠા 13, દેવભૂમિ દ્વારકા 12, સુરેન્દ્રનગર 12, ભાવનગર 11, ગીર સોમનાથ 9, મહીસાગર 9, દાહોદ 8, જામનગર 8, તાપી 7, પોરબંદર 6, છોટા ઉદેપુર 3, બોટાદ 2, જૂનાગઢ 2 અને ડાંગમાં 1 કેસ નોંધાયા છે.