Gujarat Rain Forecast: હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાકમાં ભારે પવન સાથે ગાજવીજ વરસાદની આગાહી કરવામાં આવી છે.


આગામી ત્રણ કલાકમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા:



  • વડોદરા

  • ભરૂચ

  • ભાવનગર


આગામી ત્રણ કલાકમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા:



  • અમરેલી

  • રાજકોટ

  • જામનગર

  • દેવભૂમિ દ્વારકા

  • જુનાગઢ

  • ગીર સોમનાથ

  • દીવ

  • બનાસકાંઠા

  • સાબરકાંઠા

  • અરવલ્લી

  • નર્મદા

  • તાપી

  • ડાંગ


ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ છવાઈ ગયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે અને હવામાન વિભાગે આજે 24 જૂન 2024 માટે પણ વરસાદની આગાહી કરી છે.


હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ, ખાસ કરીને નર્મદા, ડાંગ, વલસાડ અને તાપી જિલ્લામાં આજે મુશળધાર વરસાદ વરસવાની શક્યતા છે.


આ ઉપરાંત, ભરૂચ, સુરત, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે.


છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ ખાબક્યો



  • 24 કલાકમાં 32 તાલુકામાં એકથી સાડા ત્રણ ઈંચ વરસાદ 

  • 24 કલાકમાં મેંદરડા તાલુકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ 

  • 24 કલાકમાં ખંભાળીયામાં ત્રણ ઈંચ વરસાદ 

  • 24 કલાકમાં સંખેડામાં અઢી ઈંચ વરસાદ 

  • 24 કલાકમાં સુબીર, તાલાલામાં અઢી ઈંચ વરસાદ 

  • 24 કલાકમાં મુન્દ્રા, જૂનાગઢમાં સવા બે ઈંચ વરસાદ 

  • 24 કલાકમાં વંથલી, કાલાવડમાં સવા બે ઈંચ વરસાદ 

  • 24 કલાકમાં બોટાદ, વિસાવદરમાં બે બે ઈંચ વરસાદ 

  • 24 કલાકમાં પાલિતાણા, લોધિકામાં બે ઈંચ વરસાદ

  • 24 કલાકમાં સાવરકુંડલામાં વરસ્યો બે ઈંચ વરસાદ

  • 24 કલાકમાં ટંકારા, વાલીયામાં વરસ્યો દોઢ દોઢ ઈંચ વરસાદ

  • 24 કલાકમાં બોડેલી,માંગરોળમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ 

  • 24 કલાકમાં નેત્રંગ, માળીયા હાટીનામાં દોઢ ઈંચ વરસાદ 

  • 24 કલાકમાં પડધરી, ચુડામાં દોઢ દોઢ ઈંચ વરસાદ

  • 24 કલાકમાં જેતપુર પાવી, ક્વાંટમાં દોઢ દોઢ ઈંચ વરસાદ 

  • 24 કલાકમાં કોટડા સાંગાણી, લાઠીમાં સવા ઈંચ વરસાદ 

  • 24 કલાકમાં વાપી, મહુવા, બારડોલીમાં એક એક ઈંચ વરસાદ 

  • 24 કલાકમાં નસવાડી, લાલપુરમાં પોણો ઈંચ વરસાદ 

  • 24 કલાકમાં રાજકોટ શહેરમાં બે ઈંચ વરસાદ 

  • 24 કલાકમાં કેશોદ, જામજોધપુર, ડોલવણમાં પોણો ઈંચ વરસાદ

  • 24 કલાકમાં ખેરગામ, ધાનપુરમાં પોણો ઈંચ વરસાદ 

  • 24 કલાકમાં દાહોદ, નિઝર, સિનોરમાં પોણો ઈંચ વરસાદ