ગાંધીનગર: રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી સામાન્ય વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના મતે આગામી 24 કલાકમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી મહીસાગરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.


આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદની ગતિ હવે ધીમી પડશે. હવામાન વિભાગના મતે સાયક્લોનીક અસરને કારણે ભારે વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં પણ આગામી પાંચ દિવસ સુધી વરસાદની કોઈ સંભાવના નથી.