અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટબન્સને પગલે અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. સૌરાષ્ટ્રના કેટલાક સ્થળોએ હળવો વરસાદ વરસ્યો હતો.  જ્યારે બુધવારે અમદાવાદમાં બપોર બાદ વાદળછાયુ વાતાવરણ થઈ ગયુ હતુ  અને ધૂળની ડમરી સાથે પવન ફુંકાયો હતો.


હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વડોદરા, ભરૂચ, સુરેંદ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં કમોસમી વરસાદ વરસી શકે છે. જ્યારે શુક્રવારે આણંદ, દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ અને ભાવનગરમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.


સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોની ચિંતા વધી છે. અમરેલીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાયો હતો. વરસાદી માહોલને લઈ રાજકોટ માર્કેટ યાર્ડમાં નવી આવક બંધ કરાઈ છે. બાગાયતી પાક ઉતારી લેવા અને તૈયાર ખેતપેદાશ અને ઘાસચારો સલામત સ્થળે રાખવા સૂચના અપાઈ છે. તો જામનગર શહેરમાં પણ હળવું ઝાપટું પડ્યું. જૂનાગઢ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. કમોસમી વરસાદને લઈ કેસર કેરીના પાકને નુકસાન થવાની ભીતિ છે. ખેડૂતોને ચિંતા છે કે જો માવઠું પડ્યું તો કેસર કેરીનો પાક લેતા નુકસાની વેઠવી પડશે. પોરબંદર જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણને લઈ મગ અને ચોળીના પાકને નુકસાનની ભીતિ છે



સાબરકાંઠા જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણથી ધરતીપુત્રો મુંઝવણમાં મુકાયા છે.  ઘઉના પાકની લણણી બાકી રહેતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. પાટણ અને મહેસાણા જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું.


સેબીએ IPO સંબંધિત નિયમોમાં કર્યો ફેરફાર, હવે રોકાણકારોને UPI અને SMS દ્વારા આ સુવિધાઓ મળશે


તમારા આધાર કાર્ડ સાથે કેટલા સિમ લિંક છે? શોધવા માટે આ સરળ પ્રક્રિયાને અનુસરો


Surya Grahan 2022 : 30 એપ્રિલે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, આ રાશિના લોકોની વધી શકે છે પરેશાની, કરો આ ઉપાય


Horoscope 21 April 2022: મેષ કર્ક મીન રાશિના લોકો ન કરે આ કામ,12 રાશિનું જાણો રાશિ ફળ