Gujarat Rain Forecast: આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં ચોમાસામાં વરસેલા વરસાદથી 206 પૈકી 136 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે.. કચ્છ સૌરાષ્ટ્રના 108, તો મધ્ય ગુજરાતના 11 જળાશયો હાઉસફુલ.. દક્ષિણ ગુજરાતના 10 અને ઉત્તર ગુજરાતના છ છલોછલ થયા છો.
પાણીની ભરપૂર આવકથી રાજ્યના 182 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 165 ડેમ હાઈએલર્ટ, તો 80થી 90 ટકા ભરાયેલા નવ ડેમ એલર્ટ અને 70થી 80 ટકા ભરાયેલા આઠ ડેમ વોર્નિંગ પર છે
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 137.43 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 184.86 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 147.49 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 141.10 ટકા વરસાદ વરસી ચૂકયો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 132.91 ટકા, તો ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 114.87 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
આ વર્ષે સામાન્ય કરતા 7.6 ટકા વધુ વરસાદ સાથે ચોમાસાની વિદાય થઈ હોવાનું ભારતીય હવામાન વિભાગનું નિવેદન છે. હજુ પણ 5 ઓક્ટોબર સુધી તામિલનાડુ, પુડુચેરી અને કેરળમાં ભારે વરસાદની આગાહી છે. તો ઈશાન રાજ્યોમાં પણ ભારે વરસાદનું અનુમાન છે.રાજ્યમાં વરસાદે વિરામ લેતા અલગ અલગ શહેરોમાં ફરી ગરમીનો પારો ઉંચકાયો છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા છે.
27 જૂને હિમાચલ પ્રદેશમાં ચોમાસુ પ્રવેશ્યું હતું. 27 જૂનથી 30 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં 600 મીમી વાદળો વરસ્યા હતા. આ સમયગાળા દરમિયાન 734 મીમી વરસાદને સામાન્ય ગણવામાં આવે છે. આ વર્ષે હિમાચલ પ્રદેશમાં ચોમાસાના વાદળોએ સામાન્ય કરતાં 18 ટકા ઓછો વરસાદ કર્યો છે. સમગ્ર રાજ્યમાં જૂનમાં સામાન્ય કરતાં 54 ટકા ઓછો વરસાદ, જુલાઈમાં 29 ટકા ઓછો અને ઓગસ્ટમાં 5 ટકા ઓછો વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સપ્ટેમ્બર દરમિયાન 4 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
હિમાચલ પ્રદેશમાં સપ્ટેમ્બર દરમિયાન 125 મીમી વરસાદ નોંધાયો હતો, જે દરમિયાન 120 મીમી વરસાદને સામાન્ય ગણવામાં આવે છે. સપ્ટેમ્બરમાં સામાન્ય કરતાં ચાર ટકા વધુ વરસાદ નોંધાયો હતો. ધર્મશાલા અને પાલમપુરમાં 6 જુલાઈએ, પાલમપુરમાં 1 ઓગસ્ટે અને ધૌલા કુઆનમાં 26 સપ્ટેમ્બરે ભારે વરસાદ થયો હતો. બીજી તરફ જૂનમાં એક વખત, જુલાઈમાં છ વખત, ઓગસ્ટમાં સાત વખત અને સપ્ટેમ્બરમાં ત્રણ વખત ભારે વરસાદ થયો હતો.
આ પણ વાંચો
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ