Gujarat Rain: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી ત્રણ કલાકમાં રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું છે જેમાં આગામી ત્રણ કલાક માટે ક્યાં કેવો વરસાદ પડશે તેની આગાહી કરવામાં આવી છે.


ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી:




    • ભારે વરસાદ સાથે ભારે પવન અને ગાજવીજની આગાહી: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવ

    • મધ્યમ વરસાદ સાથે ભારે પવન અને ગાજવીજની આગાહી: પાટણ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, બોટાદ

    • સામાન્ય વરસાદની આગાહી: બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર



હવામાન વિભાગે આજે ગુજરાતના આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.


કચ્છ, દ્વારકા, જામનગર અને વલસાડ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પોરબંદર, જૂનાગઢ, સુરત અને નવસારી જિલ્લાઓમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના કુલ 15 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર અને નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 22 કલાકના વરસાદની વાત કરીએ તો 208 તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો છે.


છેલ્લા 22 કલાકમાં 208 તાલુકાઓમાં વરસ્યો વરસાદ


જૂનાગઢ જિલ્લામાં અનરાધાર વરસાદથી જળબંબાકાર


22 કલાકમાં વંથલીમાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ ખાબક્યો


22 કલાકમાં વિસાવદરમાં સૌથી વધુ 13 ઈંચ વરસાદ


22 કલાકમાં જૂનાગઢમાં સાડા 11 ઈંચ વરસાદ ખાબક્યો


22 કલાકમાં જૂનાગઢ શહેરમાં સાડા 11 ઈંચ વરસાદ ખાબક્યો


22 કલાકમાં કેશોદમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો


22 કલાકમાં ખંભાળિયામાં સવા નવ ઈંચ વરસાદ


22 કલાકમાં માણાવદરમાં સાડા પોણા નવ ઈંચ વરસાદ


22 કલાકમાં કલ્યાણપુરમાં આઠ ઈંચ વરસાદ ખાબક્યો


22 કલાકમાં મેંદરડામાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો


22 કલાકમાં બારડોલીમાં સાત ઈંચ વરસાદ


22 કલાકમાં નવસારીમાં સાત ઈંચ વરસાદ


22 કલાકમાં જલાલપોરમાં સાત ઈંચ વરસાદ


22 કલાકમાં ધોરાજીમાં સાડા છ ઈંચ વરસાદ


22 કલાકમાં માળિયા હાટીના તાલુકામાં સાડા છ ઈંચ વરસાદ


22 કલાકમાં પલસાણામાં છ ઈંચથી વધુ વરસાદ


22 કલાકમાં ભેસાણ, મહુવામાં છ ઈંચ વરસાદ


22 કલાકમાં મહુવા, મોરબીમાં છ ઈંચ વરસાદ


22 કલાકમાં રાજુલા, તાલાલામાં સાડા પાંચ ઈંચ વરસાદ


22 કલાકમાં તાલાલા, ગીર ગઢડામાં સાડા પાંચ ઈંચ વરસાદ


22 કલાકમાં કુતિયાણા, માંગરોળમાં સાડા પાંચ ઈંચ વરસાદ


22 કલાકમાં કોડીનાર સાડા પાંચ ઈંચ વરસાદ


22 કલાકમાં ઉનામાં, મહુવામાં સાડા ચાર ઈંચ વરસાદ


22 કલાકમાં દ્વારકા, બગસરામાં સાડા ચાર ઈંચ વરસાદ


22 કલાકમાં ખાંભામાં સાડા ચાર ઈંચ વરસાદ


22 કલાકમાં જામજોધપુર, ભાણવડમાં ચાર ઈંચ વરસાદ