IMD Alert:ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે, પરંતુ દક્ષિણ ભારતમાં હજુ પણ વરસાદ ચાલુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કેરળ માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ચેન્નાઈ અને નજીકના કેટલાક જિલ્લાઓમાં મંગળવાર (18 નવેમ્બર) માટે શાળાઓ બંધ રાખવામાં આવી હતી. પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઠંડીમાં વધારો થયો છે.આજથી દિલ્હી-NCRમાં તીવ્ર ઠંડીનો પ્રકોપ શરૂ થવાની સંભાવના છે. સવાર અને સાંજના સમયે લોકોએ સાવધાની રાખવાની જરૂર છે. હવામાન વિભાગ અનુસાર, મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે.
ગુજરાતમાં કેવું રહેશે હવામાન
ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વર્તાઇ રહ્યો છે. રાજ્યના 7 શહેરોમાં નવેમ્બરમાં રેકોર્ડ બ્રેક ઠંડી નોંધાઇ છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ હજુ પણ રાજ્યમાં તાપમાન ગગડવાનો અનુમાન વ્યક્ત કર્યો છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ભરશિયાળે વરસાદની આગાહી કરી છે. 27 નવેમ્બરથી રાજ્યના કેટલાક જિ્લ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડશે તો કેટલાક રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસ સાથે હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થશે.
ઉત્તર પ્રદેશમાં હવામાન
ઉત્તર પ્રદેશમાં મંગળવારથી શીત લહેર આવવાની સંભાવના છે. કાનપુર, બારાબંકી, ઇટાવા, લખનૌ અને પ્રયાગરાજમાં સવારે જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે. લખનૌના અમૌસીમાં પ્રાદેશિક હવામાન કેન્દ્ર અનુસાર, આજે પૂર્વ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં હળવા ધુમ્મસ જોવા મળશે. જોકે, દિવસ જેમ જેમ આગળ વધશે તેમ હવામાન સામાન્ય થઈ જશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વારાણસી, મિર્ઝાપુર, સોનભદ્ર, પીલીભીત, આઝમગઢ, રામપુર, બરેલી, શામલી, સહારનપુર, મથુરા, મેરઠ, આગ્રા, કન્નૌજ, ઇટાવા, મૈનાપુર, મૈનાપુર, મૈનપુર, કનૌજમાં મંગળવારે સવારે 1 થી 3 કલાક સુધી હળવાથી મધ્યમ ધુમ્મસ જોવા મળી શકે છે. લલિતપુર, હરદોઈ, સીતાપુર, ફરુખાબાદ, બહરાઈચ, શાહજહાંપુર અને પ્રયાગરાજમાં .બપોરે 1૧ થી ૩ કલાક સુધી હળવાથી મધ્યમ ધુમ્મસ જોવા મળી શકે છે.
બિહારમાં ઠંડીની લહેર આવવાની શક્યતા
બિહારમાં પણ હાડ થીજાવતી ઠંડીને હવામાન વિભાગે આગાહી કરી છે કે, મંગળવારથી તાપમાનમાં તીવ્ર ઘટાડો થશે અને સવારે ઠંડા પવનના કારણે ઠંડી વધુ અનુભવવાની શક્યતા છે.. સીમાંચલ પ્રદેશના પટના, ભોજપુર, સિવાન, ગયા, મધુબની અને પૂર્ણિયા સહિત અનેક જિલ્લાઓમાં ઠંડીનો અનુભવ થશે.
પર્વતોમાં હિમવર્ષા
પર્વતો અંગે હવામાન વિભાગે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ઠંડા પવનો સાથે ભારે હિમવર્ષા થવાની આગાહી કરી છે. 18 નવેમ્બરથી તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન લોકોને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ભરશિયાળે વરસાદની આગાહી કરી છે. હજુ કમોસમી વરસાદની મારથી ખેડૂતો બેઠા નથી થયા ત્યાં વધુ એક વરસાદના રાઉન્ડની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ નવેમ્બર માસના અંતમાં માવઠું થઇ શકે છે. 28 નવેમ્બરે માવઠાની ચેતવણી વ્યક્ત કરી છે. આ સમય દરમિયાન રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો કમોસમી વરસાદ વરસી શકે છે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવી શકે છે. અંબાલાલન આગાહી મુજબ રાજ્યમાં 22 નવેમ્બરથી વાતાવરણ પલટાશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ઉપરાંત ડિસેમ્બરના શરૂઆતમાં પણ ચક્રવાત સર્જાશે. અંબાબાલ પટેલે 20,21,22 નવેમ્બરે વાતાવરણમાં પલટાનો અનુમાન વ્યક્ત કર્યો છે. તેમના મત મુજબ 18-19 નવેમ્બરે બંગાળ ઉપસાગરમાં હળવું દબાણ ઉભુ થશે. તેમજ ડિસેમ્બરમાં પણ માવઠાની શક્યતા છે. ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. છ શહેરમાં તાપમાન 15 ડિગ્રીથી પણ નીચે નોંધાયું છે. 10.9 ડિગ્રી સાથે દાહોદ સૌથી ઠંડુ શહેર રહ્યું, હવામાન વિભાગે રાજ્યમાં 25 નવેમ્બર બાદ ઠંડી વધવાની આગાહી કરી છે.