Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસું (gujarat monsoon updates) આવી ગયું છે, ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ (rain in some cities of state) પણ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે  (metrological department) આગામી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની (normal to midium rain forecast) આગાહી કરી છે. 19 જૂનના વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની અગાહી (heavy rain forecast) કરવામાં આવી છે.


આજે ક્યાં પડશે વરસાદ


હવામાન વિભાગ મુજબ, આજે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદમાં વરસાદની આગાહી છે.



  • 16 જૂને પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ

  • 17 જૂને ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર

  • 18 જૂને ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ

  • 19 જૂને પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ

  • 20 જૂને વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.



ભાવનગર જિલ્લામાં મેઘરાજાની મહેર શરૂ થઈ છે. મહુવા તાલુકામાં વરસાદી વાતાવરણ વચ્ચે મેઘરાજાનું આગમન થયું છે. કોટીયા,  કળમોદર, વાવડી, રતનપર, રાળગોન, ઠળિયા સહિતના ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદનું આગમન થતા મહુવા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ખેડૂતોને સારા પાકની આશા બંધાઈ છે.


અંબાલાલ પટેલે શું કરી છે આગાહી


અંબાલાલ પટેલે હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે આગામી છ દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ થશે. અંબાલાલ પટેલે આગામી 17થી 22 જૂન દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે પૂર્વ આફ્રિકાથી ભારત તરફ ભારે પવન ફૂંકાશે અને એની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. તેમણે જણાવ્યું કે ભારે પવન ફૂંકાવાને કારણે ઝાડની ડાળીઓ વળી જશે, મકાનના છાપરાં પણ ઉડી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે ચોમાસાના આગમન પછી હવે ચોમાસું ધીમું પડી ગયું છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે. પરંતુ આગામી છ દિવસોમાં ભારે પવન સાથે ભાવનગર, ખંભાત, કપડવંજ, તારાપુર, ગોધરાના ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. 18થી 22 જૂન સુધીમાં મધ્ય ગુજરાત,  અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે પવન ફૂંકાશે.