Weather Update Next Three Hours: 40 કિમી પ્રતિ કલાકથી ઝડપથી પવન અને ગાજવીજ સાથે આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદની (Rain Forecast) હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, જામનગર, કચ્છ, રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી,ભરૂચ, સુરત, જુનાગઢમાં હળવાથી ભારે વરસાદની (Rain) હવામાન વિભાગે આગાહી કરી છે.


આ ઉપરાંત રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટાઠવાયા સ્થળોએ સામાન્ય વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમદાવાદ, ગીર સોમનાથ, દીવ, મહેસાણા, સાબર કાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલીમાં આગામી 3 કલાક દરમિયાન સામાન્ય વરસાદની આગાહી છે.


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર અરબી સમુદ્ર અને ઓરિસ્સામાં સિસ્ટમ બનતા દેશ સહિત રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં 30 જૂનથી 1 જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 2 થી 5 જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 5 થી 12 જુલાઈ વચ્ચે દેશ સહિત રાજ્યના ભાગોમાં પણ ભારે વરસાદ ની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ ની શક્યતા છે. વરસાદની પગલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પુરની સ્થિતિ ઊભી થવાની શક્યતા છે.


આજે 28મી જૂનના રોજ પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દ્વારકામાં અતિભારે વરસાદ (Rain) અને ગાજવીજ સાથે ઓરેજન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યારે આણંદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા રાજકોટ, જામગર, અમરેલી ભાવનગર, મોરબી કચ્છમાં ગાજવીજ ભારે વરસાદ (Rain)ની આગાહી છે. આ જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ (Rain)ની આગાહી છે. હવામાન વિભાગ અનુસાર તમામ જિલ્લાઓમાં અમુક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ (Rain)ની આગાહી આપવામાં આવી છે.




છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં નોંધાયો વરસાદ (Rain)



  • છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઈંચ વરસાદ (Rain)

  • છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના દાંતિવાડામાં પોણા બે ઈંચ વરસાદ (Rain)

  • છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં પોણા બે ઈંચ વરસાદ (Rain)

  • છેલ્લા 24 કલાકમાં ભૂજમાં પોણા બે ઈંચ વરસાદ (Rain)

  • છેલ્લા 24 કલાકમાં નખત્રાણામાં દોઢ ઈંચ વરસાદ (Rain)

  • છેલ્લા 24 કલાકમાં ભાવનગરના મહુવામાં દોઢ ઈંચ વરસાદ (Rain)

  • છેલ્લા 24 કલાકમાં ગઢડામાં દોઢ ઈંચ વરસાદ (Rain)

  • છેલ્લા 24 કલાકમાં ભાવનગર તાલુકામાં સવા ઈંચ વરસાદ (Rain)

  • છેલ્લા 24 કલાકમાં રાજકોટના જેતપુરમાં સવા ઈંચ વરસાદ (Rain)

  • છેલ્લા 24 કલાકમાં કચ્છના માંડવીમાં સવા ઈંચ વરસાદ (Rain)

  • છેલ્લા 24 કલાકમાં વાપીમાં સવા ઈંચ વરસાદ (Rain)

  • છેલ્લા 24 કલાકમાં વલ્લભીપુરમાં એક ઈંચ વરસાદ (Rain)

  • છેલ્લા 24 કલાકમાં ઘોઘામાં એક ઈંચ વરસાદ (Rain)

  • છેલ્લા 24 કલાકમાં માણાવદરમાં એક ઈંચ વરસાદ (Rain)

  • છેલ્લા 24 કલાકમાં અમીરગઢમાં એક ઈંચ વરસાદ (Rain)

  • છેલ્લા 24 કલાકમાં સાંતલપુરમાં એક ઈંચ વરસાદ (Rain)

  • ડીસા, ધ્રોલ, શિહોર, ખંભાળીયામાં પોણો પોણો ઈંચ વરસાદ (Rain)

  • નિઝર, મેંદરડા, બોટાદ, સરસ્વતિ તાલુકામાં પોણો ઈંચ વરસાદ (Rain)

  • લાઠી, અબડાસા, કોટડાસાંગાણીમાં પોણો પોણો ઈંચ વરસાદ (Rain)

  • ખાનપુર, કાંકરેજ, ઉમરાળા, પારડીમાં પોણો ઈંચ વરસાદ (Rain)

  • જોડીયા, ક્વાંટ, દાંતા, લોધિકામાં અડધો ઈંચ વરસાદ (Rain)

  • કોડીનાર, ઝાલોદ, પાલિતાણા, દાહોદમાં અડધો ઈંચ વરસાદ (Rain)

  • બગસરા, કુતિયાણા, ધોરાજી, રાણાવાવમાં વરસ્યો વરસાદ (Rain)

  • છોટા ઉદેપુર, કલ્યાણપુર, જેસર, વિસાવદરમાં નોંધાયો વરસાદ (Rain)

  • તળાજા, રાજકોટ, કપરાડા, પડધરીમાં વરસ્યો વરસાદ (Rain)