Gujarat Weather: ચોમાસાને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વર્ષે ગુજરાતમાં 700 એમએમ વરસાદ પડી શકે છે. વરસાદ પડવાની સાથે સાથે અંબાલાલ પટેલે સલાહ પણ આપી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, આ વર્ષે ચોમાસું ખેડૂતો માટે સારું રહેશે તો ખેલૈયાઓ માટે નડતરરૂપ રહેશે.


અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ગુજરાતમાં સરેરાશ 700 MM વરસાદ પાડવાની શક્યતા છે. આહવા, ડાંગ અને વલસાડનાં ભાગોમાં 1500 MM વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 2000 MM વરસાદની શક્યતા છે. નવરાત્રી દરમિયાન વરસાદ પડતાં ખેલૈયાઓની મજા બગડી શકે છે. અષાઢી બીજ અને પાંચમે વીજળી થઈ તો શ્રીકાર વરસાદ થશે. ગુજરાતમાં 16 આની વરસાદ અને 12 આની પાક થવાની શક્યતા છે. પાછોતરા વરસાદના કારણે નિંઘલ પાકને નુકશાન થઈ શકે છે. આ વર્ષનું ચોમાસુ પવનની ગતિથી ભરેલું રહેશે. પાલિકા અને મહાપાલિકા અત્યારથી પાણીના નિકાલની વ્યવસ્થા કરે તેવી અંબાલાલ પટેલે સલાહ આપી છે.


Gujarat Weather: રાજ્યમાં નૈઋત્યના ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આજથી પાંચ દિવસ રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.


હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, નવસારી અને વલસાદમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.


જ્યારે શનિવારથી મંગળવાર સુધી રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


કેટલાક સ્થળોએ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાય તેવી શક્યતા છે.


શુક્રવાર અને શનિવારે છ, રવિવારે 12, સોમવારે 13 જ્યારે મંગળવારે 17 જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.


આ તરફ અમદાવાદમાં નવ જૂનથી 12 જૂન વચ્ચે વરસાદ વરસવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.


કઈ તારીખે ક્યાં વરસાદ પડશે


7-8 જૂન : દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ.


9 જૂન : પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ.


10 જૂન : ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ.


11 જૂન : ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ,બોટાદ, દીવ.