Monsoon Update: ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. ચોમાસાની ઉત્તરીય સીમા ગોવા, નારાયણપેટ, નરસાપુર અને ઈસ્લામપુરમાંથી પસાર થઈ રહી છે. IMD અનુસાર, આગામી 3 દિવસ દરમિયાન કર્ણાટકના બાકીના ભાગો, દક્ષિણ મહારાષ્ટ્રના કેટલાક ભાગો, તેલંગાણા અને તટીય આંધ્રપ્રદેશના કેટલાક ભાગો, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશાના કેટલાક ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ છે. હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 15 જૂન સુધીમાં મધ્યપ્રદેશમાં પહોંચવાની સંભાવના છે, જે સામાન્ય આગમન કરતાં બે દિવસ વહેલું છે.


ગુજરાતમાં પણ પ્રિ મોનસૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. આગામી 12 તારીખે સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે. આ પહેલા હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદના આગાહી કરી છે.


કઈ તારીખે ક્યા જીલ્લામાં પડશે વરસાદ


6 જૂને દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલી માં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.


7 જૂને દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલી માં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.






8 જૂન પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. 


9 જૂન ગાંધીનગર, અરવલ્લી, , મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. 






10 જૂન દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીરસોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. 


11 જુન અમદાવાદ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, , ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીરસોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. 


12 જૂને સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે.