Ambalal Patel weather forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી 23 જૂનથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શરૂઆત થશે. અંબાલાલ પટેલે સમગ્ર ગુજરાતમાં 30 જૂન સુધીમાં વરસાદની આગાહી કરી છે.



  • કેરળથી કર્ણાટક: આ પ્રદેશોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

  • પશ્ચિમ કાંઠો: આ વિસ્તારમાં ઝરમર વરસાદ પડશે, જ્યારે મુંબઈમાં ભારે વરસાદની શક્યતા રહેશે.


ગુજરાતમાં:



  • 24 થી 26 જૂન: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.

  • આજથી: દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થઈ શકે છે.

  • 30 જૂન સુધીમાં: સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે.

  • ભાવનગર અને અમરેલી: આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

  • 24 થી 30 જૂન: રાજ્યમાં સર્વત્ર વરસાદ થવાની શક્યતા છે.

  • દક્ષિણ સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર સહિત કેટલાક ભાગોમાં ભારે થી અતિભારે વરસાદ થઈ શકે છે.

  • 30 જૂન સુધીમાં: સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદ થવાની શક્યતા છે.


હવામાન વિભાગની આગાહી


ગુજરાતમાં ચોમાસા (Monsoon) માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજથી ચોમાસું (Monsoon) ફરી સક્રિય થશે અને રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ (Rain) થશે.


11 જૂને ચોમાસું (Monsoon) નવસારીમાં પ્રવેશ્યું હતું, પરંતુ નબળી સિસ્ટમના કારણે તે આગળ વધી શક્યું નહોતું. હવે ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે 25 જૂન સુધીમાં અમદાવાદમાં મૂશળધાર વરસાદ (Rain) થવાની શક્યતા છે.


આજે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, સુરત, વલસાડ, નવસારી, ડાંગ અને વડોદરામાં વરસાદ (Rain) થશે. આ સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે.


જો કે, ચોમાસું (Monsoon) અટવાતા રાજ્યના 31 જિલ્લાઓમાં વરસાદ (Rain)ની ઘટ નોંધાઈ છે. જૂન મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 66% અને ગુજરાતમાં 74% ઓછો વરસાદ (Rain) થયો છે.


છતાં, આગામી દિવસોમાં વરસાદ (Rain)ની ઘટ ઓછી થવાની શક્યતા છે. દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ગઈકાલે બપોરે બે ઈંચ વરસાદ (Rain) પણ નોંધાયો હતો.


વલસાડ જિલ્લાના વાપી અને ઉમરગામ શહેરમાં ગુરુવારે સાંજે ભારે વરસાદ થયો હતો, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું.


વરસાદના કારણે વાપીના હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો અને વાહનોની ગતિ ધીમી પડી હતી. ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.


ઉમરગામ તાલુકાના સારીગામ અને સંજાણ ગામમાં પણ વરસાદ ખૂબ જ ઘણો થયો હતો. વરસાદના કારણે બજારોમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકોને છત્રી અને રેનકોટનો ઉપયોગ કરવો પડ્યો હતો. ઘણા લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયું હતું.