સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામમાં નર્મદાના નીર મામલે ખેડૂતો લડી લેવાના મુડમાં છે. હવે  આ ગામમાં ભાજપના નેતાઓને ગામમાં પ્રવેશ બંધના બોર્ડ લાગતા રાજકારણ ગરમાયું છે. નર્મદાના નીર નહી તો ગામમાં પ્રવેશ નહીં ના બોર્ડ લાગતા ચકચાર મચી જવા પામી છે. ભાજપના કોઇ પણ હોદ્દેદારો કે નેતાઓને ગામમાં પ્રચાર અર્થે પ્રવેશ ન કરવા ગ્રામજનોએ ચીમકી આપી છે. આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ગામમાં ભાજપના નેતાઓને પ્રવેશ ન આપવાના બેનરો લાગતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.


Gujarat Education: ગુજરાતની 6443 શાળાઓમાં રમતનું મેદાન જ નથી


Gujarat School: ગુજરાતના શિક્ષણને લઈને છેલ્લા ઘણા સમયથી રાજનીતિ ગરમાઈ છે. ગુજરાતના શિક્ષણને લઈને દિલ્હીના શિક્ષણ મંત્રી અને ગુજરાતના શિક્ષણ મંત્રી આમને સામને પણ આવી ગયા હતા. તો બીજી તરફ હવે રાજ્યની સરકારી શાળાઓને લઈને મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે. રાજ્ય સરકારે રાજ્યમાં સરકારી શાળાઓની પરિસ્થિતિની અંગેની વિગતો રજૂ કરી છે.


કુલ ૩૨૩૧૯ જેટલી સરકારી શાળાઓ પૈકી 6443 શાળાઓમાં રમત-ગમતના મેદાન ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે. આ શાળાઓ પૈકી રાજ્યભરમાં ૭ સરકારી શાળાઓ એવી છે કે, જ્યાં પીવાના પાણીની વ્યવસ્થા માટે ટેન્કર અથવા તો અન્ય માધ્યમ થકી પાણી પહોંચાડવામાં આવે છે. કુલ સરકારી શાળા પૈકી ૭૭૮ શાળા ભાડાના મકાન અથવા અન્ય વિકલ્પ વ્યવસ્થા કરાઇ હોય ત્યાં ચાલી રહી છે. ખુલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના ચર્ચાસ્પદ નિવેદન સંદર્ભે સુઓ મોટો અરજી બાબતે સુનાવણી હાથ ધરવામાં આવી.


મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમારની ખંડપીઠ સમક્ષ હાથ ધરાયેલી સુનાવણીમાં રાજ્ય સરકારે છોટાઉદેપુરની વાગલવાડા પ્રાથમિક શાળાનું નવું બિલ્ડીંગ સુવિધાઓથી સજ્જ હોવાની માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી.  રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે રાજ્યમાં સરકારી શાળાઓની કેટલીક મહત્વપૂર્ણ બાબતો રજુ કરી જે અંગે મુખ્ય ન્યાયાધીશ ખંડપીઠે સંતોષ વ્યક્ત કરતા સુઓમોટો અરજીનો નિકાલ થયો.