Doodh Sanjeevani Yojana :  આદિવાસી બાળકોના શારીરિક વિકાસ માટે પૂરતું પોષણ મળી રહે તે માટે આદિવાસી વિસ્તારમાં દૂધ સંજીવની યોજના કાર્યરત છે. પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓમાં આવતા બાળકો માટે ફ્લેવર્ડ દૂધના પાઉચ પહોંચાડવામાં આવે છે પરંતુ આ દૂધ બાળકોના પેટમાં જવાને બદલે વેડફાતું હોવાની અવારનવાર ઘટનાઓ સામે આવે છે. આ વખતે કવાંટ તાલુકાના નળવાંટ ગામે શાળાની પાછળના ભાગે આવેલ નદીમાં હજારો દૂધના પાઉચ રઝળતા જોવા મળ્યા.


શાળાના આચાર્ય મુજબ શાળામાં 134ની જ સંખ્યા છે પરંતુ આ શાળામાં અન્ય પાંચ શાળાના દૂધના પાઉચ આવે છે જે શાળાઓ દ્વારા અહીંથી દૂધ લઈ જવામાં આવતું નથી જેથી આ રીતે દૂધ બગડે છે. તેમજ મોટાભાગના બાળકોને દૂધનું ફ્લેવર પસંદ આવતું નથી જેને લઈ દૂધનો બગાડ થાય છે. ગ્રામજનો પણ ફ્લેવર્ડ મિલ્ક બાળકોને પસંદ ના હોવાનું જણાવે છે પરંતુ આ રીતે દૂધનો વેડફાટ થવાને ખોટું ગણાવી રહ્યા છે.


દૂધ સંજીવની યોજનાના પાઉચના વેડફાટ અંગે વાયરલ થયેલા વીડિયો બાદ તાલુકા શિક્ષણાધિકારી પણ તપાસમાં પહોંચ્યા પરંતુ આવી તપાસો અગાઉ પણ થઈ છે જેનું કોઈ ઠોસ પરિણામ આવ્યું નથી , થોડા સમય અગાઉ જ નસવાડીની શાળામાં ભૂંડ દૂધ પિતા હોવાનું સામે આવ્યું હતું આવી જ રીતે બોડેલીની વાલોઠી શાળામાં શ્વાન દૂધ પિતા હોવાની તસવીરો સામે આવી હતી તેમજ નસવાડી તાલુકામાં કોતરમાં હજારો દૂધની થેલીઓ ફેંકેલી મળી હતી જે અંગે પણ તપાસો થઈ અને નોટિસ પાઠવી શિક્ષણ વિભાગે સંતુષ્ટિ માની લીધી હતી.


રાજ્યમાં કમોસમી વરસાદથી મળશે આંશિક રાહત, અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ગરમી


હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આવતીકાલથી કમોસમી વરસાદની સંભાવના નહિવત્ છે. સાયક્લોનિક સિર્ક્યુલેશન સાઉથ રાજસ્થાન તરફ જતા રાહત મળશે, જોકે
આજે સૌરાષ્ટ્ર માં સામન્ય વરસાદની સંભાવના છે. પોરબંદર,રાજકોટ અને દ્વારકામાં આજે વરસાદ પડી શકે છે. આવતીકાલથી તાપમાનનો પારો ઉંચકાવાની શરૂઆત થશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 3 થી 4 ડિગ્રી વધશે અને આગામી દિવસોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે.


દેશના ઘણા વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના


ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસા આજે પણ ઘણી જગ્યાએ વરસાદની સંભાવના છે. આજે (6 એપ્રિલ)  રાજસ્થાન, હરિયાણાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. આજે રાજસ્થાનના ભદ્ર, સાદુલપુર, પિલાની, કોટપુતલી, વિરાટનગર અને હરિયાણાના સિવાની, લોહારુ, મહેન્દ્રગઢ, નારનૌલ વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. આ ઉપરાંત ફતેહાબાદ, આદમપુર, હિસાર, બાવળ અને રાજસ્થાનના તિજારા, અલવર, ઝુંઝુનુમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં હવામાનમાં કોઈ નોંધપાત્ર ફેરફારની અપેક્ષા નથી.