ઘાસવાળી વંડી સામેના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી 17 વર્ષીય ઉર્મિબેન અરજણભાઈ સીજુએ રાત્રીના દોઢ વાગ્યે પરોઢે 6 વાગ્યા દરમિયાન રૂમની બહાર આવેલા ઉપરની લોબીમાં જવાના પગથિયાના લોખંડના કઠેળા પર દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
છાત્રાલયની લોબીમાં ઉપરાનાં માળે જતાં પગથિયા પાસે હતભાગી છાત્રાનો લટકો મૃતદેહ મળી આવતાં છાત્રાલયમાં દેખરેખ રાખતા રેવંતીબેન દિપકભાઈ મકવાણાને બનાવની જાણ થતાં જ તેમણે ભુજ એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો.