ગાંધીનગરઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારના વધુ એક મંત્રી કોરોનાગ્રસ્ત થયા છે. રાજ્ય કક્ષાના નાગરિક પુરવઠા, ગ્રાહક બાબતો, લઘુ ઉદ્યોગ મંત્રાલયના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
હકુભા તરીકે જાણીતા જામનગર ગ્રામ્ય મતવિસ્તારના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હાલઅમદાવાદ ખાતે યુ. એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જાડેજાએ પોતાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં પોતાના સંપર્કમાં આવેલા લોકોને પણ તપાસ કરાવવા અપીલ કરી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1190 નવા કેસ નોંધાયા હતા અને વધું 17 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2964 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,864 એક્ટિવ કેસ છે, જ્યારે 73,501 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 91 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,773 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 91,329 પર પહોંચી છે.
રૂપાણી સરકારના ક્યા મંત્રીનો કોરોના પોઝિટિવ આવ્યો? જાણો અમદાવાદની કઈ હોસ્પિટલમાં કરાયા દાખલ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Aug 2020 10:15 AM (IST)
ગુજરાતની વિજય રૂપાણી સરકારના વધુ એક મંત્રી કોરોનાગ્રસ્ત થયા છે. રાજ્ય કક્ષાના નાગરિક પુરવઠા, ગ્રાહક બાબતો, લઘુ ઉદ્યોગ મંત્રાલયના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા
- - - - - - - - - Advertisement - - - - - - - - -