સોમનાથથી સવૈયાધામની ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા બાદ હવે મા અંબાના દર્શન કરીને સી.આર.પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસના શ્રી ગણેશ કરશે. મુખ્યમંત્રીનાં ગઢ એવા સૌરાષ્ટ્ર બાદ નાયબ મુખ્યમંત્રી વિસ્તાર એવા ઉતર ગુજરાતમાં સી.આર.પાટીલ ભાજપના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે.
ભાજપના નવનિયુક્ત ગુજરાતના પ્રવાસ યોજીને રાજ્યમાંભરમાં ભાજપના સંગઠનો ચિતાર મેળવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં સોમનાથ શરૂ કરેલો ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો પ્રવાસ મુખ્યમંત્રીના ગઢને આવરીને દલિત સમુદાયના આસ્થા કેન્દ્રગણાતા સંત સવૈયાધામ ઝાંઝરકા ખાતે પૂર્ણ થયો હતો.
ત્યાર બાદ હવે ઉત્તર ગુજરાત એટલે કે પાટીદાર અને ચૌધરી નેતૃત્વના હબ ગણાતાં તેમજ હાલના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના ગઢમાં સી.આર.પાટીલનો ઉતર ગુજરાતનો પ્રવાસ યોજશે. ઉત્તર ગુજરાતના પ્રવાસમાં ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ બનાસકાંઠાના અંબાજી માતાના દર્શન કરીને પ્રવાસની શરૂઆત કરશે. સી.આર.પાટીલ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા થઈને અરવલ્લી ખાતે પ્રવાસની પુર્ણાહુતી કરશે.
કોરોના મહામારી મેવાલડા હોય કે લગ્ન સમારંભ ચોક્કસ ગાઈડલાઈન સાથે યોજવાની પરમિશન છે. ત્યારે સૌરાષ્ટ્રમાં કોરોના મહામારી પગલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના પ્રવાસમા કાર્યકરો ઉત્સાહ અતિરેક કારણે સોસીયલ ડિસન્ટનું પણ ભાન ભુલાયું હતું. કોરોના મહામારી વચ્ચે આયોજકો ગરબા પરમિશન માંગી રહ્યા છે ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખના પ્રવાસન ઉત્સાહમાં કાર્યકરો ગરબા યોજ્યા હતા.
એટલે કે ભાજપના પ્રમુખનો સૌરાષ્ટ્ર પ્રવાસ કોરના મહામારી વચ્ચે ચર્ચાનું કેન્દ્ર પણ બન્યો હતો. હવે ઉત્તર ગુજરાતમાં કોરોના ગાઈડલાઈન પાલન સાથે આયોજન કરવાની પણ ભાજપના નેતાએ કહી રહ્યા છે.
પ્રમુખ CR પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાશે? સૌથી પહેલા કયા જિલ્લાની લેશે મુલાકાત? જાણો કાર્યક્રમ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Aug 2020 07:52 AM (IST)
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા બાદ હવે મા અંબાના દર્શન કરીને સી.આર.પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસના શ્રી ગણેશ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -