Gujarat assembly election 2022: કાંકરેજના થરામાં કોંગ્રેસની સભા યોજાઈ હતી. જેમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બીજેપી પર પ્રહારો કર્યો હતા. તેમણે કહ્યું કે, આ ચૂંટણી ગુજરાતનું ભવિષ્ય બનાવવાની ચૂંટણી છે. બધાને સમજાઈ ગયું છે કે આ ભાજપની સરકાર આઇસીયુમાં છે. આ ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દીયો. હું ગુજરાતના નાગરિક તરીકે બોલું તો પેટ્રોલ ડીઝલ અને મોંઘવારી જોઈ અને ફરી વોટ આપ્યા તો આપણે આપણા પગ ઉપર જાતે કુહાડી મારી. એક પણ વ્યક્તિ ભૂલથી પણ ભાજપને વોટ આપ્યા તો 1100 રૂપિયાનો બાટલો 1200માં આપશે પાછા. ઘીનો ડબો છોડો તેલ ખાવાના લાયક નથી રહ્યા. બધા ડેમ કોંગ્રેસે બનાવ્યા. મોદી સાહેબ જે વડનગરમાં તમે ભણ્યા તે સ્કૂલ પણ કોંગ્રેસે બનાવી. કોંગ્રેસનું કામ બોલે છે અને ગામે ગામે બોલે છે. મોરબી દુર્ઘટના વખતે મોદી સાહેબ ગયા અને કપડાં બદલ્યા અને રંગરોગાન થયું એવી સંવેદના વ્યક્ત કરી.


 



નાના ભાઈને જીતાડવા મેદાનમાં આવ્યા જગદીશ ઠાકોર


બનાસકાંઠાની કાંકરેજ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા અમૃત ઠાકોરના સમર્થનમાં તેમના મોટાભાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરએ જંગી જાહેર સભાને સંબોધી હતી. ભાજપ પર આકરા પ્રહારો કરી તેમના ભાઈ અમૃત ઠાકોરને જીતાડવા આહવાન કર્યું હતું.


બીજા તબક્કાના મતદાનને લઈને હવે કોંગ્રેસ દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અને  કોંગ્રેસ સીટો જીતવા એડી ચોટીનું જોર લગાવી રહી છે અને ઠેર ઠેર પ્રદેશના નેતાઓ જનસભા કરી રહ્યા છે. બનાસકાંઠાના કાંકરેજ વિધાનસભા બેઠક પરથી મંત્રી કિર્તીસિંહ વાઘેલા સામે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરના નાનાભાઈ અમૃત ઠાકોરના સમર્થનમાં આજે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર કાંકરેજ પહોંચ્યા અને કાંકરેજ ખાતે તૈયાર થયેલા મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મૂક્યું અને તે બાદ બાઈક રેલી યોજી સભા સ્થળે પહોંચ્યા હતા.


 મંત્રી કિર્તીસિંહ વાઘેલાના ગઢમાં જ જનસભા સંબોધી ત્યારે સભામાં પહોંચેલી જન મેદનીને સંબોધતા જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને કોંગ્રેસે કરેલા કામો પણ ગણાવ્યા. આગામી વિધાનસભાની ચૂંટણીમાં કાંકરેજથી તેમના નાના ભાઈ અમૃત ઠાકોરને જંગી બહુમતીથી જીતાડવા લોકોને હાકલ કરી.


AAP ભાજપની વોટ બેંકમાં મોટું ગાબડું પાડવા જઈ રહી છે


ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ અહીં રાજકીય હલચલ વધી રહી છે. ગુજરાતની ચૂંટણી આ વખતે ખૂબ જ રસપ્રદ બનવાની ધારણા છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ તેની 27 વર્ષની સત્તા જાળવી રાખવા માટે તેની સંપૂર્ણ ચૂંટણી મશીનરી લગાવી દીધી છે. તે જ સમયે, કોંગ્રેસ રાજ્યમાં પોતાનો વનવાસ ખતમ કરીને ફરી એકવાર સત્તામાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહી છે. આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM (AIMIM) પણ ગુજરાત ચૂંટણીમાં જીત મેળવવા માટે કમર કસી રહી છે. તમામ પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો ઘોંઘાટ વધી ગયો છે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન છે.


આ વખતે ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ભૂમિકા શું રહેશે? તમે ચૂંટણીમાં ભાજપને હરાવી શકશો. પબ્લિક પોલિસી-સીડીએસે આ સંબંધિત પ્રશ્ન અંગે એક સર્વે કર્યો છે. જેમાં ગુજરાતની ચૂંટણીમાં કઇ પાર્ટીને કેટલા ટકા વોટ મળશે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સર્વેમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે શું AAP ગુજરાજમાં ભાજપ અને કોંગ્રેસની વોટબેંકમાં ખાડો પાડી શકશે?