ગાંધીનગરઃ શું કોઈ વ્યક્તિના મૃત્યુની ઘટના તેને પહેલા જ ખબર પડી જતી હોય છે? શું કોઈ વ્યક્તિ પોતાના મૃત્યુની જાણ બીજી વ્યક્તિને સ્વપ્નમાં આવીને કરી શકે છે? આવી જ કંઈક ઘટના બની મહુવાના ધારાસભ્ય મોહન ધોડીયા સાથે. ધારાસભ્ય મોહન ધોડીયાના દાવા પ્રમાણે તેમના ગામના વતની રનાભાઈ ઢોડીયા ગઈ કાલે બપોરે 4 વાગ્યે તેમના સ્વપ્નમાં આવ્યા.
સ્વપ્નમાં મોહન ધોડીયાને રનાભાઈએ પોતે મૃત્યુ પામી ધામમાં જવાના છે તેવી વાત કરી. સ્વપ્ન પૂરું થતા તરત જ ધારાસભ્ય મોહન ધોડીયા રનાભાઇના ઘરે જઇ મુલાકાત લઇ ખબર અંતર પૂછયા. ધારાસભ્ય મોહન ધોડીયાને સ્વપ્નમાં આવનાર રનાભાઈ ગઈ કાલે એકદમ સ્વસ્થ હતા. આજે સવારે ધારાસભ્ય મોહન દોડીયાના સ્વપ્નમાં આવનારા અને પોતાની મૃત્યુની વાત કરનારા રનાભાઈનું વહેલી સવારે મૃત્યુ થયું. આ પૂરો ઘટના ક્રમ ધારાસભ્ય મોહન ધોડીયાએ સોશ્યલ મીડિયામાં વ્યક્ત કર્યો.
'કોઈ નેતાથી ભૂલ થાય તો તેનું ઉદાહરણ આપીને નાગરિકોએ આપડું જીવન જોખમમાં ન મૂકવું જોઈએ'
ગાંધીનગરઃ ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદમાં કોરોનાના નિયમો મુદ્દે નિવેદન આપ્યું હતું. આ સમયે તેમણે નેતાઓ દ્વારા તોડાતા કોરોના નિયમો મુદ્દે પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, કોઈ નેતા થી ભૂલ થાય તો તેનું ઉદાહરણ આપીને નાગરિકોએ આપડું જીવન જોખમમાં ન મૂકવું જોઈએ. તેમણે કહ્યું કે, જાન્યુઆરી મહીનાથી કોરોના કેસ વધી રહ્યા છે. જેના કારણે જ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પણ મોકૂફ રાખી છે. દરેક પ્રભારી મંત્રીઓ ને પ્રભારી જિલ્લામાં રહી ને સમીક્ષા કરવા કહેવાયું છે. આજે ગાંધીનગર જિલ્લાની કોરોના ની સ્થિતિની સમીક્ષા કરી છે. ગાંધીનગર મા સૌથી મોટા તાલુકા કલોલમા હોસ્પિટલમાં અનેક સાધનો ઉપલબ્ધ છે. કોરોના માટેની તમામ સાધનો છે. ઓક્સિજન પ્લાન્ટ પણ તમામ તાલુકાઓમા છે. ગાંધીનગર જિલ્લામાં પોઝિટિવ રેસીઓ ખૂબ ઓછો છે. આ બેઠક મા ધન્વંતરિ રથ, માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન, આરોગ્ય સુવિધાઓ સંદર્ભે સમીક્ષા કરવામાં આવી છે.
ભાજપના નેતાઓ દ્વારા કોરોના નિયમોના ભંગ કરવા મુદ્દે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી હતી કે, બધા નિયમોથી બંધાયેલા છે. ચાહે સામાન્ય નાગરિક હોય કે ભાજપના નેતા. પોલીસને કહેવામાં આવ્યું છે માનવીય અભિગમ રાખી ને નિયમો પાલન કરવામાં આવે. કોઈ નેતા થી ભૂલ થાય તો તેનું ઉદાહરણ આપીને નાગરિકોએ આપડું જીવન જોખમમાં ન મૂકવું જોઈએ.