અરવલ્લીના મોડાસાનું સુપ્રસિદ્ધ મંદિર સિદ્ધ વિનાયક  મંદિર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. મંદિરના ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે મંદિર આગામી 10 દિવસ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. ઉલ્લેખનિય છે કે, મંદિરના પૂજારી અને તેમનો પરિવાર કોરોના સંક્રમિત થતાં મંદિર દર્શનાર્થીઓ માટે આગામી 10 દિવસ સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


મોડાસના સુપ્રસિદ્ધ સિદ્ધ વિનાયક મંદિરની સાથે આગામી 10 દિવસ સુધી નજીકનું મહાદેવ મંદિર અને હનુમાનજી મંદિર પણ બંધ રહેશે. ત્રણેય મંદિરના બંધ બારણે નિત્યક્રમ સેવા પૂજા ચાલુ રહશે. જો કે દર્શનાર્થીઓના પ્રવેશ માટે 10 દિવસ સુધી પ્રતિબંઘ લગાવી દેવામાં આવ્ચો છે.


અરવલ્લી જિલ્લાના મોડાસાની આ મંદિરની મૂર્તિ મુંબઇના સિદ્ધિ વિનાયક મંદિર જેવી આબેહૂબ મૂર્તિ હોવાથી આ મંદિરનો મહિમા વધ્યો છે. દૂર દૂરથી અહીં મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવે છે. આ મંદિર મનોકામના સિદ્ધ ગણપતિ મંદિર તરીકે પણ પ્રસિદ્ધ છે. ગણેશની મૂર્તિમાં જમણી સૂંઢના ગણેશ દુર્લભ ગણાય છે. મોડાસાના સિદ્ધ વિનાયર  મંદિરમાં જમણી સૂંઢવાળા ગણેશની સ્વયંભૂ મૂર્તિ હોવાથી ગણપતિના ભક્તો માટે આ સિદ્ધ વિનાયક મંદિર આસ્થાનું ધામ છે. આ દુર્લભ દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભકતો ઉમટે છે. મુંબઇના સિદ્ધ વિનાયક જેવી જ આબેહૂબ મૂર્તિ આ મોડાસાના સિદ્ધ વિનાયક મંદિરમાં હોવાથી ભક્તો મોડાના સિદ્ધ વિનાયકના દર્શન કરીને મુંબઇના સિદ્ધિ વિનાયરના દર્શન કર્યાની સંતુષ્ટી અનુભવે છે.


એક લોકવાયકા મુજબ આ મંદિરની મૂર્તિ 200 વર્ષ પ્રાચીન છે. ગણેશજીની આ મૂર્તિ સ્થાપિત નથી પરંતુ સ્વયંભૂ છે. આ જગ્યાએ જમીનમાં મૂર્તિ મળી આવતા સ્વયંભૂ ગણેશ કહેવાય છે. આ કારણે પણ મંદિર ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર છે.મંદિરનો પાટોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. આ સિવાય સંકટ ચતુર્થીના દિવસે પણ અહીં વિશેષ પૂજા અને અથર્વશિષ પાઠનું આયોજન થતું હોવાથી મોટી સંખ્યાાં ગજાનના ભક્તો આવે છે. કહેવાય છે કે ગણેશનું આ ધામ કામનાની પૂર્તિ કરતું હોવાથી અને સંકલ્પને સિદ્ધ કરતું હોવાથી મંદિર સિદ્ધ વિનાયક તરીકે પ્રસિદ્ધ છે.