ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસાના સિઝનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ગઈકાલે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં અમરેલી અને કોડીનારમાં ભારે વરસાદ નોંધાયો હતો. ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ ભારે વરસાદનની આગાહી કરી છે. જેમાં આજે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.


હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે પંચમહાલ, દાહોદ, ખેડા, અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં પડી રહેલા ભારે વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જેના કારણે સમગ્ર વિસ્તારોના વાતાવરમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખૂશીની લહેર જોવા મળી રહી છે. ખેડુતોએ વાવણીમાં જોતરાઈ ગયા છે.

17 તારીખે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ સહિતના જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

18 તારીખે જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, ડાંગ, તાપી, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.