સુરતમાં છેલ્લા 24 કલાક દરમિયાન બારડોલીમાં 15 મીમી, ચોર્યાસીમાં 32 મીમી, પલસાણામાં 27 મીમી, કામરેજમાં 10 મીમી, મહુવામાં 12 મીમી, માંડવીમાં 23 મીમી, માંગરોળમાં 23 મીમી, ઓલપાડમાં 09 મીમી, ઉમરપાડામાં 08 મીમી અને સુરતમાં 32 મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંતમાં ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન આહવામાં 2 મીમી, સુબિરમાં 1 મીમી, વઘઈમાં 8 મીમી અને સાપુતારામાં 1 મીમી વરસાદ નોંધાયો છે.
ઉત્તર ગુજરાતમાં વિજાપુરમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે જ્યારે સાબરાકાંઠા જિલ્લામાં ઈડર- 3 ઈંચ, ખેડબ્રહ્મા- સવા 1 ઈંચ, તલોદ- સવા 1 ઈંચ પ્રાંતિજ- સવા 2 ઈંચ, પોશીના- 2 ઈંચ, વડાલી-2 ઈંચ, વિજયનગર- 3 ઈંચ અને હિંમતનગર- 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત મેઘરજ અને મોડાસામાં બે ઈંચ, ભિલોડામાં 1.5 ઇંચ, ધનસુરા અને બાયડમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટના લોધીકા અને ગીર સોમનાથના ગીર ગઢડા ખાતે સૌથી વધુ વરસાદ નોંધાયો છે. લોધીકામાં 24 કલાકમાં 47 મીમી, ગીર ગઢડામાં 46 મીમી, કોડીનારમાં 42, સુત્રાપાડામાં 46 મીમી અને રાજુલામાં 24 મીમી વરસાદ નોંધાયો હતો.
અમદાવાદના પૂર્વ ઝોન 2.5 ઈંચ, પશ્ચિમ ઝોન 2 ઈંચ અને ઉત્તર-પશ્ચિમ ઝોન 2 ઈંચ, દક્ષિણ પશ્ચિમ ઝોન 2.5 ઈંચ મધ્ય ઝોન 2 ઈંચ, ઉત્તર ઝોન 2 ઈંચ, દક્ષિણ ઝોન 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં સૌથી વધુ વરસાદ ચકુડિયા-વિરાટનગરમાં 3 ઈંચ અને સરખેજમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે દૂધેશ્વર, મેમ્કો, નરોડા, દાણાપીઠ, ચાંદખેડા, બોડકદેવ, ઓઢવ, પાલડી અને ઉસ્માનપુરામાં 2-2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત મણિનગરમાં 1.75 ઈંચ, ગોતામાં 1.5 ઈંચ અને રાણીપમાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો હતો.
બુધવારે 19મી જૂનના રોજ રાજ્યમાં 9 જિલ્લામાં સવારે 6.00થી 8.00 દરમિયાન નોંધાયેલા વરસાદ મુજબ દાહોદના ફતેપુરા તાલુકમાં 10 મીમી, દેવભૂમિ દ્વારકામાં 6મીમી, નવસારીના જાલપોરમાં 5મીમી, દાહોદના સિંગવડમાં 2મીમી, નર્મદાના તિલકવાડામા 2મીમી, નવસારીના વાંસદામાં 2મીમી, વલસાડના કપરાડામાં 2મીમી, પારડીમાં 2મીમી, બનાસકાંઠાના દાંતામાં 1 મીમી વરસાદ નોંધાયો છે.