Gujarat Rain Live Update: રાજ્યમાં ચોમાસુ બન્યું સક્રિય, 24 કલાકમાં 214 તાલુકામાં મેઘમહેર, ઉમરપાડામાં જળબંબાકાર

ગુજરાતમાં હાલ ચોમાસુ વધુ સક્રિય બન્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ 21 જુલાઇ સુધી રાજયમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. તો 8 જિલ્લામાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

gujarati.abplive.com Last Updated: 16 Jul 2024 01:48 PM

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Rain Live Update: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના મોટાભાના વિસ્તારમાં ચોમાસુ સક્રિય બન્યું છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદનું અનુમાન છે.હવામાન વિભાગની આગાહી મુજબ...More

Rain Forecast: રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. ભારેથી અતિભારે વરસાદની શકયતાને જોતા હવમાન વિભાગે આ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.વલસાડ, નવસારી, સુરત, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, રાજકોટ,દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો જામનગર, મોરબી, સુરેંદ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે