Heavy Rains: ગુજરાતમાં ભારે વરસાદથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો પાણી-પાણી થયા છે. આજે સવારથી જ એટલે કે છેલ્લા બે કલાકમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઇ છે, હવામાન વિભાગે વરસાદના લેટેસ્ટ આંકડા જાહેર કર્યા છે, તે પ્રમાણે, ભાવનગરના જેસરમાં સૌથી વધુ સાડા ચાર ઇંચ ખાબક્યો છે. આ ઉપરાંત પાલીતાણા, મહુવા, તળાજા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે. 

Continues below advertisement

ખાસ વાત છે કે, ગુજરાતના 104 તાલુકામાં વિધિવત ચોમાસું બેઠું છે. હવામાન વિભાગે 18 જૂન સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. ચોમાસું 25 જૂન સુધી દેશના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે. મધ્ય ભારતના કેટલાક બાકીના ભાગો ઉપરાંત પૂર્વમાં ચોમાસાનો 18 જૂન સુધીમાં સત્તાવાર પ્રારંભ થઈ શકે છે. 

રાજ્યમાં 2 કલાકમાં 87 તાલુકામાં મેઘમહેર

Continues below advertisement

2 કલાકમાં ભાવનગરના જેસરમાં સાડા ચાર ઈંચ વરસાદ2 કલાકમાં ભાવનગરના મહુવામાં 3.66 ઈંચ વરસાદ2 કલાકમાં પાલીતાણામાં 1.69 ઈંચ વરસાદ ખાબક્યો2 કલાકમાં તળાજામાં ખાબક્યો દોઢ ઈંચ વરસાદ2 કલાકમાં અમરેલીના રાજુલામાં 1.14 ઈંચ વરસાદ2 કલાકમાં વલસાડના ઉમરગામમાં 0.87 ઈંચ વરસાદ2 કલાકમાં ગારીયાધારમાં 0.83 ઈંચ વરસાદ વરસ્યો2 કલાકમાં ડોલવણમાં ખાબક્યો 0.63 ઈંચ વરસાદ2 કલાકમાં વાંસદામાં ખાબક્યો 0.59 ઈંચ વરસાદ2 કલાકમાં મેંદરડામાં વરસ્યો 0.51 ઈંચ વરસાદ2 કલાકમાં વંથલીમાં 0.47 ઈંચ વરસાદ2 કલાકમાં જેતપુર, ઉના, પોરબંદરમાં 0.39 ઈંચ વરસાદ

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, અત્યારે અરબ સાગર સક્રિય થઈ ગયો છે. અરબ સાગરના કરંટના કારણે 16 જૂનથી ચોમાસું ધીમે-ધીમે આગળ વધશે. મોટાભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 15 જૂનની આસપાસ ચોમાસું આવી જતું હોય છે. જો કે મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઇ હોવાના કારણે હવે આ ચોમાસું 16મી સક્રિય થતાં 20 જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે.

ચોમાસું ભલે મોડું આવે, પરંતુ 15 થી 20 જૂન સુધીમાં તીવ્ર થંડર સ્ટ્રોમ થવાની શક્યતાઓ છે. જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, ભાવનગર અને અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. એટલે કે ગુજરાતમાં 20 જૂન સુધીમાં ચોમાસું પહોંચે, તે પહેલા પ્રી-મોન્સૂન એક્ટિવિટીના વરસાદ યથાવત રહેશે.

ઉત્તર રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જ્યારે રાજસ્થાનથી વિદર્ભ સુધી ટ્રફ લાઈન સર્જાઈ છે. બીજી બાજુ, અરબ સાગરથી ઓડિશા સુધી ટ્રફ લાઈન સક્રિય છે. 19 દિવસ બાદ ચોમાસાને લઈ શુભ સંકેત સામે આવ્યા છે. ગુજરાતમાં ચોમાસું બેસવા માટે અનુકૂળ સ્થિતિ જોવા મળી રહી છે. તે જોતાં ચોમાસું 72 કલાકમાં ગુજરાતમાં બેસી શકે છે.