Rain News Updates: ગુજરાતમાં ચોમાસાના વરસાદની શરૂઆત થઇ ચૂકી છે, 15 જૂનથી આગાહીકારોના મતે ચોમાસુ બેસી ગયુ છે, અને રાજ્યમાં આજ સવારથી અનેક જિલ્લાઓમાં ભારે, સામાન્ય અને અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. દક્ષિણ ગુજરાત, મધ્ય અને ઉત્તર ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મેઘમહેર શરૂ થઇ છે, કેટલાક જગ્યાએ વરસાદે તબાહી મચાવી છે, તો કેટલીક જગ્યાઓ ખેતી માટે વાવણીલાયક વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં છેલ્લા બે કલાકમાં 15થી વધુ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, અહીં તેના આંકડા બતાવવામાં આવ્યા છે.

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ગરમી અને ઉકળાટથી રાહત મળી રહી છે, આજે છેલ્લા બે કલાકમાં પડેલા વરસાદના આંકડા નીચે પ્રમાણે છે...

છેલ્લા 2 કલાકમાં પાલીતાણામાં 3.74 ઈંચ વરસાદછેલ્લા 2 કલાકમાં જેસરમા 2.40 ઈંચ વરસાદછેલ્લા 2 કલાકમાં ભાવનગરના મહુવામાં 1.18 ઈંચ વરસાદછેલ્લા 2 કલાકમાં સિહોરમાં 1 ઈંચ વરસાદછેલ્લા 2 કલાકમાં તળાજા પોણો ઈંચ વરસાદછેલ્લા 2 કલાકમાં ખાંભામાં 0.63 ઈંચ વરસાદછેલ્લા 2 કલાકમાં સુત્રાપાડામાં 0.59 ઈંચ વરસાદછેલ્લા 2 કલાકમાં જાફરાબાદમાં 0.39 ઈંચ વરસાદછેલ્લા 2 કલાકમાં લીલીયામાં 0.39 ઈંચ વરસાદછેલ્લા 2 કલાકમાં વલ્લભીપુરમાં 0.31 ઈંચ વરસાદછેલ્લા 2 કલાકમાં ઉનામાં 0.28 ઈંચ વરસાદછેલ્લા 2 કલાકમાં લાઠી, સાવરકુંડલામાં 0.25 ઈંચ વરસાદછેલ્લા 2 કલાકમાં ઉમરગામમાં 0.25 ઈંચ વરસાદછેલ્લા 2 કલાકમાં જૂનાગઢમાં 0.20 ઈંચ વરસાદછેલ્લા 2 કલાકમાં ભાવનગરમાં 0.20 ઈંચ વરસાદ

16 જૂનની આગાહી - સોમવારે, 16 જૂનના રોજ પણ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે અતિભારે વરસાદ પડવાની સંભાવના છે, જેને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ સિવાય મોરબી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે.

17 જૂનની આગાહી - 17 જૂનના રોજ ભાવનગરમાં જ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.

આ આગાહીઓને પગલે, રાજ્યના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જોકે, તંત્ર દ્વારા પણ વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી તૈયારીઓ કરી દેવામાં આવી છે અને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.